/connect-gujarat/media/post_banners/08caba6f2fe34e29a42f200f63e5bcd16167a28eea332c0f6ab550ca45dfa073.jpg)
વલસાડના ધરમપુર રોડ પર એક અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મોત નિપજ્યા હતા
ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા તલાસરીના વેવજી નાના પાડા ગામના જીતુભાઇ પ્રવીણભાઈ ઘોડી અને મનોજભાઈ ચંદુભાઈ ઘોડી નામના યુવકો વલસાડના ધરમપુરના નાગરિયામાં રહેતી તેમની બહેનને ત્યાં લગ્ન પ્રસંગે આવ્યા હતા. લગ્ન પ્રસંગ માણી મોડી રાત્રે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વલસાડના ધરમપુર રોડ પર આવેલા પાથરી ગામ નજીક કોઈ કારણસર તેમની બાઈકને અકસ્માત નડતા બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા. જેમાં બંને યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ બંને યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા.આ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.