/connect-gujarat/media/post_banners/76b843c718c59c31a979730d1f7159921099b172af01b62ea42faa2f984c5560.jpg)
રાજયમાં લવ જેહાદનો નવો કાયદો અમલમાં આવ્યાં બાદ બીજી ફરિયાદ વાપીમાં નોંધાય છે. નવા કાયદા હેઠળની પ્રથમ ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. વાપીમાં ઇમરાન વશી અંસારી નામના એક પરણીત યુવકે એક જૈન સમાજની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેને અપહરણ કરી અને ફરાર થઈ ગયો હતો.આરોપી ઇમરાન અંસારી યુવતીને પ્રથમ અજમેર અને ત્યારબાદ મધ્યપ્રદેશ ના ઇન્દોર લઇ ગયો હતો. તેણે બળજબરીથી પીડિત યુવતી પર દુષ્કર્મ આચરી અને ધર્મ પરિવર્તન કરાવી અને નિકાહ કરવાનો પ્રયાસો કર્યો હતો.
આ સમગ્ર મામલે પીડિત યુવતીના પરિવારજનોએ વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાપી પોલીસ અને એસઓજીની ટીમે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે છાપો મારી યુવક અને યુવતીને ઝડપી પાડયાં હતાં. પોલીસની પુછપરછમાં યુવતીએ જણાવ્યું હતું કે, ઇમરાને તેના ભાઇની હત્યા કરી નાંખવાની ધમકી આપી હતી. ભાઈની હત્યાની ધમકી થી પીડિતા ડરી અને વિધર્મી યુવકના તાબે થઈ હતી. વાપી ટાઉન પોલીસે આરોપી વિરૂધ્ધ લવ જેહાદના નવા કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.