વલસાડ: પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

આજરોજ વિશ્વ આદિવાસી દિવસ છે. વલસાડ જિલ્લો બહુમતી આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વલસાડના અંતરિયાડ વિસ્તારમાં આવેલું કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી

New Update

આજરોજ વિશ્વ આદિવાસી દિવસ છે . વલસાડ જિલ્લો બહુમતી આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે  વલસાડના અંતરિયાડ વિસ્તારમાં આવેલું કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. આથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી આ વિસ્તારોમાં મોટાપાયે કરવામાં આવી . દિવસભર અનેક કાર્યક્રમો યોજાય હતા, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી .સાથે જ આદિવાસીઓ માટે ભગવાન મનાતા બિરસા મુંડા ની પ્રતિમાનું પણ ચાર રસ્તા પર લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દર વર્ષે આ વિસ્તારના રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં મોટા પાયે આદિવાસી દિવસની ઉજવણી થાય છે. ત્યારે આજરોજ કપરાડામાં આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી ની સાથે  આ વિસ્તારના આદિવાસી આગેવાનો એક મંચ પર દેખાયા . સાથે જ આદિવાસી સંસ્કૃતિ, ઇતિહાસ, વર્તમાન અને રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અંગે ચિંતન પણ કરવામાં આવ્યું.તો બીજી તરફ વલસાડ જિલ્લા ના ધરમપુર તાલુકા માં પણ પરંપરાગત રીતે આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી અને મોટી સંખ્યા માં આદિવાસી સમુદાય ના લોકો ઉમટી પાડ્યા હતા . સાથે જ ધરમપુર વિસ્તાર માં પરંપરાગત વાદ્યો અને બેન્ડ પાર્ટી ના સથવારે આ વિસ્તાર માં આદિવાસી કાપડાઓ થી સજ્જ તમામ લોકો બિરસા મુંડા સર્કલ થી ધરમપુર શહેર ના વિવિધ વિસ્તારોમાં આ રેલી યોજાઈ હતી... મોટી સંખ્યા આદિવાસી સમાજ ના લોકો એ આ રેલી મા જોડાયા હતા...

Latest Stories