ગીર-ગઢડાના વડવિયાળા ગામમાં સિંહ ઘૂસી જતાં ગ્રામજનોએ પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી કરાઈ પજવણી

સિંહને ભગાડવા ગ્રામજનો દ્વારા પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી પજવણી કરવામાં આવી.

ગીર-ગઢડાના વડવિયાળા ગામમાં સિંહ ઘૂસી જતાં ગ્રામજનોએ પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી કરાઈ પજવણી
New Update

ગીર-ગઢડાના વડવિયાળા ગામમાં એકાએક સિંહ ઘૂસી આવતા ગ્રામજનોએ લાકડી અને પથ્થર વડે સિંહને પજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો. ગીર જંગલ બોર્ડરની આસપાસનાં ગામોમાં ઘણી વખત સિંહ, દીપડા સહિતનાં વન્યપ્રાણીઓ આવી ચડતાં જોવા મળે છે. એવી જ રીતે ગત રાત્રિના સમયે જિલ્લાના ગીર-ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં સિંહ આવી ચડ્યાની ઘટના સામે આવી છે.

ગીર-સોમનાથ જિલ્લાના ગીર-ગઢડા તાલુકાના ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા વડવીયાળા ગામમાં ગત રાત્રિના એકાએક સિંહ ચડી આવી ચડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહને ભગાડવા ગ્રામજનો દ્વારા પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી પજવણી કરવામાં આવી. સિંહની પજવણી કરતા હોવાનાં દ્રશ્યો પણ સામે આવ્યાં હતાં. પજવણીથી સિંહ ગામમાંથી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ગામમાં દોડી આવ્યો હતો.

જોકે અડધા કલાક સુધી સિંહ ગામમાં રહ્યો ત્યાં સુધી ગ્રામજનોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર ઘટના ગ્રામજનોએ મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી.અન્ય અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સિંહ ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારતો જોવાં મળ્યો હતો. હામાપુરના ચેકડેમના પાળા પર સિંહ નજરે પડ્યો હતો. જેથી ફરી બગસરા પંથકમાં સિંહોની લટારથી ફફડાટ ફેલાયો છે.

#Lion Viral Video #Asiatic Lion #gujarat forest #LionViral Video #Gir forest #Gir-Gadha #Vadaviyala Village #Girsomnnath News
Here are a few more articles:
Read the Next Article