ભાવનગર : બીલા ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી મળતા ચોખા નકલી હોવાનો ગ્રામજનોએ કર્યો આક્ષેપ..!

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા ચોખામાં નકલી ચોખા ભેળવવામાં આવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

New Update

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા ચોખામાં નકલી ચોખા ભેળવવામાં આવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

નકલી ચોખાચાઈનાના ચોખા કેપછી પ્લાસ્ટિકના ચોખા આવા અનેક વિડિઓ સોશ્યલ મીડિયામાં જોવા મળે છે. જે જોઈને આ વિડિઓ અંગે અનેક વિચાર આવેશું આ સાચું હશેશું આવા ચોખા આવતા હશે.પરંતુ આવું જ એક ઉદાહરણ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યું હતું. જેમાં સરકારી સસ્તા અનાજની દુકાન પરથી ગ્રાહકોને આપવામાં આવેલા ચોખા નકલી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. જેસર તાલુકામાં આવેલું નાનું એવું બીલા ગામમાં લોકો દ્વારા ફરિયાદ કરાઈ હતી કેબીલા ગામે સરકાર માન્ય સસ્તા અનાજની રેશનની દુકાનમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારને અનાજ આપવામાં આવે છે. જેમાં છેલ્લા 2થી 3 માસ દરમિયાન આપવામાં આવેલા અનાજના જથ્થામાં ચોખા આપવામાં આવે છે. આ ચોખા અંગે બીલા ગામના લોકોમાં રોષ ફેલાયો હતોઅને ગામના લોકો દ્વારા આક્ષેપ કરાયા હતા કેતેઓને સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના ચોખા છે. જે ચોખા ખાવાથી લોકોના આરોગ્યને નુકસાની પહોંચી શકે છે. તેમજ કેન્સર જેવા ગંભીર રોગ પણ થવાનો લોકોને ભય સતાવી રહ્યો છે.

જોકેબિલા ગામે સસ્તા અનાજની દુકાને ચલાવતા સંચાલક મહિલા દુકાનદારને લોકો દ્વારા નકલી ચોખા અંગે પૂછવામાં આવ્યું હતુંત્યારે બિલા ગામના લોકો દ્વારા ચોખા અંગે દુકાન ધારક મહિલા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને જેસર મામલતદાર અને મહુવા સરકારી અનાજના ગોડાઉન સંચાલક પાસે આ ફરિયાદ અંગે તેઓએ જણાવ્યું હતું. તેઓને સરકારી વિભાગો દ્વારા આ ચોખા સારી ક્વોલિટીના હોવાનું જણાવ્યું હતું. આ ચોખા તેઓને રાજ્ય સરકાર દ્વારા જ વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

જોકેસરકારી સસ્તા અનાજની દુકાનમાં લોકોને વિતરણ કરવામાં આવતા ચોખા નકલી હોવા અંગેના આક્ષેપ મામલે ભાવનગર જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કેભાવનગર જિલ્લામાં ચોખાનો જથ્થો વિતરણ કરવામાં આવે છેતે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છેઅને ત્યારબાદ સરકારી ગોડાઉન ખાતેથી તમામ રેશન ધારકોને આપવા માટે સસ્તા અનાજની દુકાનોને આ જતો પહોંચાડવામાં આવે છે. હાલ તો લોકોને 45 ચોખા મિશ્રિત ચોખાનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ જે નકલી ચોખા કેપછી પ્લાસ્ટિકના ચોખા અંગેની વાત છે. તે માટે યોગ્ય તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ક્ષતિ જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

 

#Gujarat #CGNews #villagers #Bhavnagar #allegation #village #Fake Rice #government cheap grain shop
Here are a few more articles:
Read the Next Article