/connect-gujarat/media/media_files/2025/02/16/ODXl3BnIkSqX8bVIIFZz.jpg)
ગુજરાતમાં આજે16 ફેબ્રુઆરીએ66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને1 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. આ તમામ જગ્યાએ સવારના7 વાગ્યાથી સાંજના6 વાગ્યા સુધીમાં સરેરાશ60 ટકા મતદાન થયું છે. હવે આગામી18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, સાત વર્ષ બાદ મતદારોને મતદાનનો મોકો મળ્યો હતો. મોટાભાગની પાલિકામાં2018માં મતદાન થયું હતું. દોઢ-બે વર્ષથી ચાલતા વહીવટદાર શાસનનો હવે અંત આવશે.
કુલ68 નગરપાલિકામાં અંદાજે62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ મનપામાં અંદાજે43 ટકા જેટલું મતદાન થયું છે. કુલ3 તાલુકા પંચાયતમાં પણ અંદાજે66 ટકા આસપાસ મતદાન થયું છે. જોકે આ મતદાનમાં શહેર કરતાં ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ વધારો દેખાયો હતો. મનપા અને પાલિકા કરતાં તાલુકા પંચાયતમાં વધુ મતદાન થયું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન દરમિયાન ઈવીએમ મશીનમાં ક્ષતિ ફરિયાદો ઉઠવા પામી હતી,જોકે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા રાજ્યના ચૂંટણી પંચે રાહતનો શ્વાસ લીધો હતો.