/connect-gujarat/media/media_files/9etVF9OawelP9yvEH2On.png)
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી કિનારાના બજેટ ફળિયામાં મધરાતે પાણી ભરાયા હતા જેને પગલે SDRFની ટીમ કામે લાગી હતી.
21 વ્યકિતઓનું રેસ્કયુ કરીને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ચાર ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાતા તત્ર દોડતું થયું હતું.
વાંકલ ગામે પસાર થતી ભુખી નદી કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રીના 2.00 વાગ્યે ધુંટણસમા પાણી ભરાયા હતા.
જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા 10 મહિલાઓ, 9 પુરુષો તથા બે બાળકો મળી 21 વ્યકિતઓ તથા પશુઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા . તંત્ર કામગીરી પર નજર રાખી રહ્યું છે.