જૂનાગઢ દામોદર કુંડમાં સ્નાન કરતા પહેલા જોઈ લો આ વિડિઓ, નહીંતર મોતના મુખમાં હોમાઈ જશો

New Update
જૂનાગઢ દામોદર કુંડમાં સ્નાન કરતા પહેલા જોઈ લો આ વિડિઓ, નહીંતર મોતના મુખમાં હોમાઈ જશો

જૂનાગઢમાં દામોદર કુંડમાં મહાકાય મગર ચડી આવી હતી. જેને જોઈને ભાવિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. સામાન્ય રીતે વરસાદી માહોલમાં અનેક વન્ય જીવો શહેરમાં ચડી આવતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલાં અજગર અને સાપ પણ જોવા મળતા હતા. ત્યારે આજે અચાનક જ જુનાગઢના દામોદર કુંડમાં મહાકાય મગર ચડી આવી હતી. જેને જોઈને ભાવિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો ગયો હતો.

મહત્વનું છે કે ચાલુ શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં દામોદર કુંડમાં સ્નાન કરવા અને પિતૃતર્પણ માટે ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે.