/connect-gujarat/media/post_banners/e928346126456509e2cc7ec820364b3b613bda302b39a2e3c7441d860c131edb.webp)
રાજસ્થાન અશોક ગેહલોત સરકારે ગુજરાત રાજસ્થાન સરહદ પર 2 ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે. અશોક ગેહલોતે રાજસ્થાનના બજેટમાં સાબરમતી નદી અને સહી નદી પર ડેમ બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. આ ડેમ 2 હજાર 558 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ ડેમ બનાવવા માટે ઉદયપુર જિલ્લાના બુઝા તેમજ ચક સાંઢ મારિયા ગામના લોકોને સ્થળાંતર કરવું પડશે. જેને કારણે ડેમથી અસરગ્રસ્ત વિસ્તારના લોકો એ ડેમ નો વિરોધ કર્યો છેરાજસ્થાનના લોકો સાથે ગુજરાતના લોકો પણ ડેમ બનાવવાનો નિર્ણયનો વિરોધ શરૂ કર્યો છે. કારણ કે, સાબરમતી અને સહી રાજસ્થાનથી આવતી નદી છે અને આ નદીના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેને કારણે ઉત્તર ગુજરાતના 7થી વધુ જિલ્લામાં પાણી મળી રહ્યું છે. જો આ 2 નદી પર ડેમ બનાવવામાં આવશે, તો તેની સીધી અસર ગુજરાતના ખેડૂતો અને પીવાના પાણી પર થશે. સાથે 45 હજાર આદિવાસી પરિવાર તેમજ દોઢ લાખથી વધુ જન સંખ્યા નું વિસ્થાપન થશે. જેથી રાજસ્થાનના સ્થાનિક લોકો અને ગુજરાતના આદિવાસી વિસ્તારના લોકો ડેમનો વિરોધ કર્યો છે. આ બે નદી પર ડેમ બનવાથી ગુજરાતમાં મોટું જળસંકટ પણ ઉભું થશે. જેથી સરહદ પરના ખેડૂતો એ ગુજરાત સરકાર ને ડેમની કામગીરી રોકવા અંગે વિનંતી કરી છે. સાથે રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવા પર રાજસ્થાનના સ્થાનિક અને ગુજરાતની સરહદ પરના ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે