-
પારડી શહેર પર તોળાઈ રહ્યું છે જળ સંકટ
-
પાર નદીમાં ગરમીમાં ઘટ્યા પાણીના સ્તર
-
રોટેશન મુજબ પાણીના મળતા સર્જાઈ સમસ્યા
-
નહેરમાં રિપેરિંગની કામગીરીને લઈને પણ મુશ્કેલી
-
સિંચાઈ વિભાગ દ્વારા સમસ્યાના ઉકેલ માટે કરાયા પ્રયત્નો
રોટેશન મુજબ જો પાણી નહીં મળે તો પીવાના પાણીની મુશ્કેલી પણ સર્જાઈ શકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે.
પાર નદીના તટ વિસ્તાર પર બનાવેલા નગરપાલિકાના ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ઉનાળાની તીવ્ર ગરમીને કારણે નદીના પાણીના સ્તરમાં ઘટાડો થયો છે.સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં રિપેરિંગ કામગીરી ચાલી રહી છે.
આ કારણે રોટેશન દ્વારા પાણી આપવાની પ્રક્રિયામાં પણ વિલંબ થયો છે. ઉનાળાની શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડવાના કારણે નદીમાં તળિયા ઝાટક દેખાવા લાગ્યા છે.નદીમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો થઈ રહ્યો હોય જેને લઇને આગામી દિવસોમાં માત્ર સાત દિવસ ચાલે એટલું જ પાણી નદીમાં બચ્યું છે,જેને કારણે પારડી શહેર પર જળ સંકટ તોળાઈ રહ્યું છે.
સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિમાંશુ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં રીપેરીંગની કામગીરી અત્યારે ચાલી રહી છે.જેને કારણે રોટેશનનું પાણી આપવામાં વિલંબ થઈ રહ્યો છે,પરંતુ જે પ્રમાણે પાણીની સ્થિતિ સર્જાઇ રહી છે
જેને જોતા આગામી 24 કલાકમાં પાણી પહોંચાડી દેવામાં આવશે અને હાલ પણ 15 દિવસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો સંગ્રહ કરી લેવા આવશે અને નહેર વિભાગ દ્વારા આ પાણી શહેરમાં પહોંચાડવામાં આવશે.અને શહેરના રહીશોને મર્યાદિત પાણી પુરવઠો મળી રહેશે તેવી સિંચાઇ વિભાગે વહેલી તકે પરિસ્થિતિ સુધારવાની ખાતરી આપી છે.