ગીર સોમનાથ : માણેકપુરમાં પાણીની સમસ્યા,મહિલા સરપંચે બાળકોને પાણી પુરવઠા કચેરીમાં સ્નાન કરાવી ધરણા પર બેઠા

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવી કરી રજૂઆત..

New Update
  • માણેકપુરમાં પાણીની ગંભીર સમસ્યા

  • મહિલા સરપંચ દ્વારા કરાઈ રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં કરી રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં બાળકોને કરાવ્યું સ્નાન

  • મહિલા સરપંચે કપડા પણ ધોયા

  • કચેરીમાં જ મહિલા સરપંચના ધરણા  

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માણેકપુર ગામે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે,જેના કારણે મહિલા સરપંચ સહિતનો પરિવાર પાણી પુરવઠા વિભાગની કચેરીએ દોડી આવ્યો હતો,અને કચેરીમાં જ બાળકોને સ્નાન કરાવ્યું હતું,અને કપડા ધોઈને ધારણા પર બેઠા હતા.

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યો હતો,અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિત પણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં છેવાડે માણેકપુર ગામ આવેલું છે.આ ગામની કુલ વસ્તી 5500 થી 6000 જેટલી છે.આ ગામમાં છેલ્લા 15 થી 20 દિવસથી પાણી આવતું ન હોય અને સરપંચ પતિ લાખા રાઠોડ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારી વિશાલ ભાટાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ ગામમાં પાણીની સમસ્યાનું નિરાકરણ થયુ નહોતું.

આ માણેકપુર ગામમાં પાણીના બે જેટલા સંપ આવેલા છે,પરંતુ અહીંયા સુધી પાણી નહીં પહોંચતા બંને પાણીના સંપ પણ ખાલી છે અને લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. તેમજ પાણી નહીં આવતા મહિલા સરપંચ સહિતનાઓએ પાંચ દિવસથી સ્નાન પણ કર્યું ન હોવાથી સરપંચના બંને પુત્રોને પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે લઇ આવી સ્નાન કરાવ્યું હતું,અને કપડા પણ ધોયા હતા.આ માણેકપુર ગામમાં પીવાનું પાણી અને પશુઓ માટે પણ પાણી નહીં મળતા દૂર દૂર સુધી પાણી ભરવા માટે ભટકવું પડે છે.ત્યારે મહિલા સરપંચ તેમના પતિ સાથે પાણી પુરવઠાની કચેરીમાં જ ધારણા પર બેસીને ગામમાં નિયમિત પાણી મળે તે માટે માંગ કરી રહ્યા છે.

Latest Stories