શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર..! : પત્નીની પ્રસૂતિ સમયે ઊંધું ચાલીને પાવાગઢ જવાની માનતા પિતાએ દીકરી સાથે પૂર્ણ કરી...

ગોધરા તાલુકાના નસીરપુરના રહેવાસી જીતેન્દ્રભાઈની પત્નીને પ્રસૂતી વેળાએ બ્લડ પ્રેસર લો થઈ જતાં બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબોએ જણાવ્યુ હતું,

New Update
શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર..! : પત્નીની પ્રસૂતિ સમયે ઊંધું ચાલીને પાવાગઢ જવાની માનતા પિતાએ દીકરી સાથે પૂર્ણ કરી...

ગોધરા તાલુકાના નસીરપુરના રહેવાસી જીતેન્દ્રભાઈની પત્નીને પ્રસૂતી વેળાએ બ્લડ પ્રેસર લો થઈ જતાં બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબોએ જણાવ્યુ હતું, ત્યારે વધુ સારવાર અર્થે પત્નીને વડોદરા ખાતે લઈ જતાં સમયે પાવાગઢ માતાજીના દર્શને ઉંધા ચાલીને જવાની જીતેન્દ્રભાઈ માનતા રાખી હતી. ત્યારબાદ તે સમયે પત્ની અને બાળકી બંને પ્રસુતિ દરમિયાન હેમખેમ રહેતા માનતા પુરી કરવાની મનમાં શ્રદ્ધા હતી, ત્યારે તે સમયે જન્મેલી દીકરી 7 વર્ષની થતાં તેને સાથે લઈ પિતા જીતેન્દ્રભાઈ પોતાના વતન ગોધરાથી પાવાગઢ ચાલતા જવા રવાના થયા છે. અંદાજીત 80 કિલોમીટરની પદયાત્રા દરમિયાન ભારે ટ્રાફિકમાંથી પસાર થઈ કાલોલ આવી પહોચ્યા હતા. કહેવાય છે કે, "હોય વિષય શ્રદ્ધા નો તો પુરાવાની શું જરૂર" જે ઉક્તિને સાર્થક કરી રહ્યા છે ગોધરા તાલુકાના જીતેન્દ્રભાઈ. અને તેમાં સાથ આપી રહી છે જેનાં જન્મ સમયે પાવાગઢ જવાની માનતા રાખી હતી તેવી નાની 7 વર્ષીય દીકરી...

Latest Stories