/connect-gujarat/media/post_banners/ff43f7bdf39383f038b4c0afcdd84e821d57d1871b1ac999871beaac7f1d274c.webp)
પાવાગઢ નજીક કાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ આવેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતને સ્વીફ્ટ કારે ટક્કર મારતા મહંતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ગોધરાના ગાર્ડન રોડ ઉપર બાવાની મઢીના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના 71 વર્ષીય મહંત ધનુષધારી પ.પૂ. રાઘવદાસજી મહારાજ આજે ગોધરા મંદિર ખાતે આગામી 25 મી ડિસેમ્બરે રાખેલ ધાર્મિક કાર્યક્રમ નું આમંત્રણ આપવા નીકળ્યા હતા. એક અનુયાયી ભક્તની ગાડીમાં હાલોલના કંજરી રામજી મંદિરના મહંત પ.પૂ. રામશરણદાસજી મહારા ને પત્રિકા આપી પ્રસાદી લઈ પાવાગઢ નીકળ્યા હતા.
પાવાગઢ પાતાળ તળાવ પાસે આવેલ હનુમાનજી મંદિર ખાતે પહોંચી ભક્ત અનુયાયી ને ત્યાં થી રવાના કર્યો હતો અને ત્યાં આશ્રમમાં આમંત્રણ આપી પાવાગઢ મહાકાળી મંદિરે જતા રોડ ઉપર આવતા સ્વીફ્ટ કારની અડફેટે આવી જતા પૂજ્ય મહંતનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મહંતના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.