Connect Gujarat
ગુજરાત

કેમ PM મોદીની 21 વર્ષ જૂની તસવીર થઈ રહી છે વાયરલ, મંચ પર ગુજરાતના પોલીસ અધિકારી ડી.જી.વણઝારાની પણ હાજરી

પીએમ મોદી છેલ્લા 8 વર્ષથી દેશ સંભાળી રહ્યા છે, પરંતુ આજે સવારથી જ સોશિયલ મીડિયા પર એક તસવીર ઘણી શેર કરવામાં આવી રહી છે.

કેમ PM મોદીની 21 વર્ષ જૂની તસવીર થઈ રહી છે વાયરલ, મંચ પર ગુજરાતના પોલીસ અધિકારી ડી.જી.વણઝારાની પણ હાજરી
X

પીએમ મોદી છેલ્લા 8 વર્ષથી દેશ સંભાળી રહ્યા છે, પરંતુ આજે સવારથી જ સોશિયલ મીડિયા પર એક તસવીર ઘણી શેર કરવામાં આવી રહી છે. મોદી આર્કાઇવ નામના એકાઉન્ટ પરથી આ તસવીર ટ્વિટર પર પણ શેર કરવામાં આવી છે. આ એકાઉન્ટ પરથી વધુ તસવીરો શેર કરવામાં આવી રહી છે. જેમાં વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.Why PM Modi's 21-year-old picture is going viral, Gujarat police officer DG Vanzara is also present on the stage

પીએમ મોદીની આ તસવીર 21 વર્ષ જૂની છે. આજે 7મી ઓક્ટોબર છે. આજથી 21 વર્ષ પહેલાં 7 ઓક્ટોબર 2001ના રોજ મોદીએ પહેલી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ તેઓ સતત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 12 વર્ષ 227 દિવસ સુધી આ પદ પર રહ્યા, પછી તેઓ વડાપ્રધાન બન્યા. વાયરલ થઈ રહેલી તસવીરમાં ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવી રહ્યા છે. મંચ પર ગુજરાતના પ્રખ્યાત પોલીસ અધિકારી ડીજી વણઝારા પણ હાજર છે. મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તરત જ કામ શરૂ કર્યું અને તેમણે 10 કલેક્ટર સાથે વીડિયો ફોન પર વાત કરી હતી નરેન્દ્ર મોદી ને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય પણ ન હતા. મુખ્યમંત્રી બન્યા ચાર મહિના પછી, તેમણે ગુજરાત વિધાનસભામાં જવા માટેરાજકોટ-2માંથી ચૂંટણી લડી. તે પછી તેઓ ધારાસભ્ય બન્યા અને 2002ની ચૂંટણી જીતીને ફરી મુખ્યમંત્રી બન્યા. અગાઉ 4 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. તે સમયે ભાજપના દિગ્ગજ નેતા કુશાભાઉ ઠાકરે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાની હાજરી હતી. નરેન્દ્ર મોદીના નામની જાહેરાત સમયે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ હાજર હતા.

Next Story