Connect Gujarat
ગુજરાત

પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડ-ઉદવાડાની અગિયારીમાં પુજા કરી એકમેકને નવરોઝની શુભેચ્છા પાઠવાય...

ઈરાનમાં આજે લોકો નવું વર્ષ ઉજવી રહ્યા છે. સદિયોં પહેલા ઇરાનથી ભારતમાં વસેલા પારસીઓ પણ ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરે છે

X

ઈરાનમાં આજે લોકો નવું વર્ષ ઉજવી રહ્યા છે. સદિયોં પહેલા ઇરાનથી ભારતમાં વસેલા પારસીઓ પણ ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરે છે, ત્યારે પારસીઓના કાસી એવા વલસાડના ઉદવાડા ખાતે પારસીઓએ પવિત્ર આતશ બહેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી.

21 મી માર્ચ એટલે ઈરાની લોકો માટે નવું વર્ષ. આ પવિત્ર દિવસ પારસીઓ માટે પણ અતિ મહત્વનો દિવસ છે. ઈરાનમાં ઈરાની લોકો આજે ભારે ઉત્સાહથી નવરોઝની ઉજવણી કરે છે, ત્યારે સદીઓ પહેલા પોતાના ધર્મની રક્ષા માટે પોતાની જન્મભૂમિ એવા ઈરાનને છોડીને ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે પણ આજનો દિવસ ભારે ખુશીનો હોય છે. પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ એવા વલસાડના ઉદવાડા ખાતે આવેલ અગિયારીમાં બિરાજતા પાક ઈરાનશાની ખાસ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે ભારતભરમાં વસતા પારસીઓ પવિત્ર આતશ બહેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી. નાનકડા ઉદવાડામાં સવારથી જ દેશ-વિદેશમાંથી પારસીઓ નવરોઝની ઉજવણી કરવા આવ્યા હતા. આ સાથે જ આતસ બહેરામમાં તેઓએ પૂજા-અર્ચના કરી હતી. આ દિવસનું મહત્વ એટલા માટે પણ છે કે, આજના દિવસથી એવું કહેવાય છે કે, આજથી સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે, અને આજથી શિયાળો પૂર્ણ થાય છે, અને ઉનાળાની શરૂઆત થાય છે.

Next Story