રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ જામનગરના મહિલા કોર્પોરેટરે 5000 દિવડાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું

મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખી 5000 દિવાડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

New Update
રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ જામનગરના મહિલા કોર્પોરેટરે 5000 દિવડાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખી 5000 દિવાડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.

અયોધ્યામાં ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર દેશમાં દિવાળીની જેમ ઉજવણી કરવા તેમજ ઘેર ઘેર દિવાળી કરવા માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું આ આહવાનને લઈ જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા ભારત તિબબત સંઘ અને લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટના સહકારથી શહેર ના ડી.કે.વી.સર્કલ પાસે 5000 દિવડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા અને કારસેવકો ઉપસ્થિત રહ્યા હતા. 

Latest Stories