"વિશ્વ રેકોર્ડ" : મહેસાણામાં તાના-રીરી મહોત્સવમાં 112 ભૂંગળ વાદકોએ 5 મિનિટ સુધી કર્યું વાદન...

New Update
"વિશ્વ રેકોર્ડ" : મહેસાણામાં તાના-રીરી મહોત્સવમાં 112 ભૂંગળ વાદકોએ 5 મિનિટ સુધી કર્યું વાદન...

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવમાં ગુજરાતના પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. તાના-રીરી સમાધિ સ્થળ ખાતે 5 મિનિટ સુધી 112 ભૂંગળ વાદકોએ સમૂહમાં વાદન કરી વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.

લોકવાદ્યના કલાકારોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના 112 તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારોએ એક સાથે 5 મિનિટ સુધી ભૂંગળ વગાડી તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ સર્જયો હતો. પારંપારિક લોકવાદ્ય ભૂંગળ અસાઇત ઠાકરે 13મી સદીમાં ભવાઇ સાથે ભૂંગળ વગાડી મનોરંજન માટે પ્રચાર પ્રસાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાના-રીરી સમાધિ સ્થળ ખાતે 8 વિવિધ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે, ત્યારે તાના-રીરી મહોત્સવ 2021માં ભૂંગળ વાદનનો 9મો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. પરંપરાગત ભૂંગળ કલાકારોએ સમૂહ લયમાં ભૂંગળથી શિવ શક્તિની સલામી, ગરજ સ્વરમાં રાગ આપી હતી. આ ઉપરાંત ભૂંગળથી ઊઁચા સ્વરે તિહાઇ વગાડી હતી. એટલું જ નહિ, ચલતીના તબલામાં તાલ, હીંચનો તાલ અને પાધરુંના તાલમાં ભૂંગળ વગાડી વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો.

Latest Stories