“વિશ્વ કાચબા દિવસ” : દેવભૂમિ દ્વારકાનો દરિયા કિનારો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું “પિયર”

વિશ્વ કાચબા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો દરિયાઈ કાચબાઓના સંરક્ષણ અને ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ દરિયા કિનારો લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા માટે "પિયર" સમાન બન્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • આજે તા. 23 મે-2025 એટલે કેવિશ્વ કાચબા દિવસ

  • દરિયાઈ કાચબાઓનું સંરક્ષણ કરતો દ્વારકાનો દરિયો

  • દ્વારકાનો દરિયો લીલા-ઓલિવ રીડલી કાચબાનું પિયર

  • દરિયા કિનારાની કાચબાના રક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા

  • કાચબાના સંરક્ષણમાં લોકોને યોગદાન આપવા અપીલ 

આજે 23 મેવિશ્વ કાચબા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો દરિયાઈ કાચબાઓના સંરક્ષણ અને ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ દરિયા કિનારો લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા માટે "પિયર" સમાન બન્યો છેજ્યાં તેઓ ઈંડા મુકવા અને પ્રજનન માટે આવે છે.

કાચબા સંરક્ષણનું હબ જિલ્લામાં આવેલા ઓખામઢી (જૂની) અને નાવદ્રા ખાતેના કાચબા ઉછેર કેન્દ્રો (હેચરી) દરિયાઈ કાચબાના બચ્ચાઓના ઉછેર માટે કાર્યરત છે. વર્ષ 2012થી 2025 સુધીમાંઓખામઢી કાચબા ઉછેર કેન્દ્ર ખાતે અંદાજિત 80 હજાર જેટલા કાચબા ઉછેરીને ફરી સમુદ્રમાં છોડવામાં આવ્યા છે. વન વિભાગનો સ્ટાફજેમાં વન રક્ષકથી લઈને RFO સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ હેચરીના સંચાલન અને દેખરેખ માટે સતત કાર્યરત છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિલેશ બેલાના જણાવ્યા અનુસારઓખા ખાતે 2012-13માં હેચરી શરૂ કરવામાં આવી હતી. અહીં દરિયા કિનારેથી ઈંડા શોધીને હેચિંગ સેન્ટરમાં રાખવામાં આવે છે. લીલા કાચબા અહીં મોટી સંખ્યામાં ઈંડા મુકવા આવે છે. કારણ કેઅહીંનું વાતાવરણરેતીનો પ્રકાર અને તાપમાન તેમને અનુકૂળ આવે છે.

આ ઉપરાંતતેમનો મુખ્ય ખોરાકએટલે કે શેવાળ અને દરિયાઈ ઘાસ પણ અહીં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. માદા કાચબા સપ્ટેમ્બરથી એપ્રિલ સુધીમાં દરિયા કિનારે રેતીમાં 80થી 160 ઈંડા મુકે છેઅને તેને ફરીથી રેતીથી ઢાંકી દે છે. વન વિભાગના કર્મચારીઓ દરરોજ સવારે ઓખાથી હર્ષદ સુધીના દરિયાઈ વિસ્તારોમાં રેતીમાંથી સુરક્ષિત રીતે ઈંડા એકત્રિત કરે છેઅને તેને ઓખામઢી અને નાવદ્રા ખાતેની હેચરીમાં લાવે છે. અહીં કૃત્રિમ માળામાં આ ઈંડાને 45થી 60 દિવસ સુધી રાખવામાં આવે છેજ્યાં રેતીમાં રહેલા ભેજને કારણે તેનું હેચિંગ થાય છે.

ભારતના દરિયામાં કુલ 5 પ્રજાતિઓ જોવા મળે છેજ્યારે ગુજરાતના દરિયામાં 4પ્રજાતિઓ જોવા મળે છે. દ્વારકા જિલ્લાના દરિયાકિનારે મુખ્યત્વે લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા એમ 2 પ્રજાતિ જોવા મળે છેત્યારે દરિયાઈ કાચબાનું સંરક્ષણ આપણા બધાની જવાબદારી છે. આપણે સમુદ્રતટ પર કચરો ફેંકવાનું ટાળવું જોઈએપ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને દરિયાઈ કાચબાને નુકસાન કરતી કોઈપણ પ્રવૃત્તિઓ આપણા ધ્યાન પર આવે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસરમરીન નેશનલ પાર્ક-દ્વારકા અથવા મુખ્ય વન સંરક્ષકમરીન નેશનલ પાર્ક-જામનગરનો સંપર્ક કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Latest Stories