Connect Gujarat
ગુજરાત

વિશ્વના સૌપ્રથમ ઇન્ડિયા H2O પ્રોજેક્ટનું ગીર સોમનાથના સુત્રાપાડા-લોઢવાની શાળામાં લોકાર્પણ...

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે નીલકંઠ વિદ્યામંદિર સ્કૂલ ખાતે વિશ્વના સૌપ્રથમ ઇન્ડિયા H2O પાણી પ્રોજેક્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

X

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે નીલકંઠ વિદ્યામંદિર સ્કૂલ ખાતે વિશ્વના સૌપ્રથમ ઇન્ડિયા H2O પાણી પ્રોજેક્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે નીલકંઠ વિદ્યામંદિર સ્કૂલ ખાતે મુકવામાં આવેલ વોટર પ્લાન્ટ યુરોપ અને ભારતનો સંયુક્ત પ્રોઝેક્ટ છે. આ પ્રોઝેક્ટ દ્વારા 1 કલાકમાં 1 હજાર લીટર પાણીમાંથી 800 લીટર પાણી શુદ્ધ પીવાલાયક બને છે, જ્યારે બાકીનું 200 ટકા પાણી વેસ્ટ થાય છે. આ વેસ્ટ પાણીમાંથી ઇઝરાયેલમાં થતી ખેતીનો પ્રયોગ ગુજરાતમાં થઈ શકે તેથી આ પ્રોજેક્ટની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ઇન્ડિયા H2O પ્રોજેક્ટ વડે સમગ્ર ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં ખારું પાણી છે, તે પાણીની ખારાશ દૂર કરી તેને પીવાલાયક બનાવી શકાય છે. સમગ્ર ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાના ઘણા ગામો પૈકી લોઢવા ગામમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ સિસ્ટમથી ખારા પાણીમાંથી મીઠું પાણી તો બનાવી શકાય છે. પરંતુ આ પ્રક્રિયા દરમ્યાન નીકળતું વેસ્ટ પાણીમાંથી ચેલિકોરોનીયા નામની વનસ્પતિ જેની ખેતી યુરોપના દેશોમાં થાય છે. તે પ્રમાણે ગુજરાતમાં પણ શરૂ કરી શકાય છે. જો સમગ્ર ભારત દેશમાં આ વનસ્પતિની ખેતી થાય તો દેશના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઇ શકે તેમ છે.

જોકે, ખારા પાણીથી ઇઝરાયેલમાં થતી સેલિકોર્નિયા નામની વનસ્પતિ જે લોકોને હૃદય રોગની તકલીફ છે, તેવા લોકોને મીઠું ખાવાની તબીબો ના કહી રહ્યા છે. પરંતુ આ વનસ્પતિમાંથી મળી આવતું મીઠુ કુદરતી રીતે એકદમ શુદ્ધ મનાય છે, અને તમામ પ્રકારના હૃદય રોગના દર્દીઓ બિલકુલ મુક્તમને વનસ્પતિના પાઉડરનો દૈનિક જીવનમાં મીઠા તરીકે ઉપયોગ કરી શકે છે. સેલિકોર્નિયા વનસ્પતિ જન્ય પાઉડર કે, જે મીઠાની ખોટ પૂરી કરે છે. તેની યુરોપના દેશોમાં પણ ખૂબ માંગ જોવા મળે છે. જેના કારણે ઇઝરાયેલ જેવો નાનકડો દેશ સેલિકોર્નિયા નિકાસ કરીને પણ કરોડો ડોલરનું આર્થિક હૂંડિયામણ પ્રાપ્ત કરી રહ્યું છે.

Next Story