/connect-gujarat/media/post_banners/86a1cfeb27a298beecdc3d0347a0fc175cd6ca8926065c31851cb002b2a09d3d.webp)
રાજ્યમાં પ્રથમ અને સમગ્ર દેશની સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં પ્રથમ વખત યુટેરસ (ગર્ભાશય) ટ્રાન્સપ્લાન્ટ થવા જઈ રહ્યુ છે. સમગ્ર વિશ્વમાં આ પ્રથમ ઘટના છે જેમા એક જ સંસ્થા માં એક જ દિવસમાં એક સાથે બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થવા જઈ રહ્યા છે.ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રથમ કિસ્સાની વાત કરીએ તો, 28 વર્ષીય પરિણીત હિન્દુ યુવતી કે જેમને યુટેરાઇન ડાઇડેલ્ફીસ (બેવડુ ગર્ભાશય જન્મજાત) ની તકલીફ હતી, જેમને તેમની માતા દ્વારા ગર્ભાશય પ્રાપ્ત થશે. બીજા કિસ્સાની વાત કરીએ તો, 22 વર્ષીય મુસ્લિમ પરણિત યુવતી કે જેમને એમ.આર.કે.એચ. ટાઇપ 1 ની તકલીફ હતી, જેમને તેમની માતા દ્વારા ગર્ભાશય પ્રાપ્ત થશે.
સરકારની યોજના PMJAY કાર્ડ અંતર્ગત ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રતિ દર્દી રૂપિયા 3 લાખ 80 હજાર ની સહાય આપવામાં આવેલ છે, જેથી સમગ્ર ઓપરેશન બિલકુલ મફતમાં થશે. દર 5 હજારે દીકરી માંથી 1 ને જન્મજાત ગર્ભાશય અવિકસિત અથવા ગેરહાજર હોય છે, જેથી તેઓ માતા બનવાનુ સુખ પ્રાપ્ત કરી શકતી નથી. આવી દીકરી માટે આ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ આશિર્વાદરુપ બનશે અને માતા બનવાનુ સુખ પ્રાપ્ત કરી શકશે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના નિયામક અને ગાયનેકોલોજી વિભાગના વિભાગીય વડા ડો. વિનિત મિશ્રા તથા એમની સમગ્ર ટીમ તેમજ પુણે સ્થિત ખાનગી હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ સંકલનથી કરાશે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે અત્યાર સુધીમાં કિડની, લીવર અને પિત્તાશય ના ટ્રાન્સપ્લાન્ટ થતુ હતુ, જેમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પણ સુવિધા હવે ઉપલબ્ધ થઈ છે. દેશમાં યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ માટે પરવાનગી મળી હોય એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર.