ડાંગ જિલ્લાના પિમ્પરી આશ્રમ શાળા, બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને સ્વરાજ આશ્રમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ડાંગ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. ડાંગના ઐતિહાસિક સ્થળ અને રાજ્યના પસંદગીના ૭૫ જેટલા આઇકોનિક સ્થળમાં સામેલ થશે. ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આયોજિત, જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિત અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. ૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ડાંગ જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, યોગાચાર્યો, યોગ તાલીમાર્થીઓ, પ્રજાજનો વિગેરે જોડાશે. સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં સૌને જોડાવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
તો બીજી તરફ, નિયામક, આયુષની કચેરી-ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ-આહવા ખાતે કાર્યરત વેલનેસ સેન્ટર દ્વારા નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે પિમ્પરીની આશ્રમ શાળા ખાતે યોગ શિબિર યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ-ડેની ઉજવણીના ઉપલક્ષમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે પિમ્પરી આશ્રમ શાળા ખાતે THE THEME OF INTERNATIONAL YOGA DAY 2023 IS HUMANITY વિષયક યોગ પ્રશિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી હતી. સાથે માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદનું મહત્વ સ્પષ્ટ કરી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ યોગ શિબિરનો ૨૩૪ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
જોકે, સંપૂર્ણ સૂસ્વાસ્થ્ય માટે મુખ્યત્વે ચાર પ્રકારની તંદુરસ્તી (૧) શારીરિક સ્વાસ્થ્ય, (૨) માનસિક સ્વાસ્થ્ય, (૩) સામાજિક સ્વાસ્થ્ય, અને (૪) આધ્યાત્મિક સ્વાસ્થ્ય જરૂરી છે, તેમ ડાંગના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના બી.કે. ઇના દીદીએ જણાવ્યુ હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ડાંગ જિલ્લામાં યોજાઇ રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શૃંખલામાં સામેલ થતાં બ્રહ્માકુમારીઝ દ્વારા, પ્રજાજનોના સૂસ્વાસ્થ્ય માટે ઉક્ત ચાર પ્રકારના યોગ ઉપર લક્ષ કેન્દ્રિત કરાયું છે. આ સાથે યોગની સાચી સમજ અને પરિભાષા સ્પષ્ટ કરતાં ઈના દીદીએ સર્વશ્રેષ્ઠ યોગ, શરીર અને આત્માનો પરિચય, પરમાત્માની ઓળખ, રાજ રોગની સિદ્ધિઓ જેવા વિષયે પણ પ્રજાજનોને યોગ યાત્રાના માધ્યમથી સમજ આપવામાં આવી રહી છે, તેમ જણાવ્યુ હતું.