દમણથી પરત આવતા યુવકોએ કાર ચાલક સાથે કરી માથાકૂટ, લોકોએ ચખાડ્યો મેથીપાક

સંઘપ્રદેશ દમણમાં નશો કરીને ત્રણ યુવાનો કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન દમણની પાતલીયા ચેકપોસ્ટ નજીક વલસાડના લીલાપુર ગામની કારના ચાલક સાથે બોલાચાલી થઈ હતી.

New Update

સંઘ પ્રદેશ દમણમાં નશો કરી સુરત પર જઇ રહેલ કારમાં સવાર યુવાનોએ અન્ય કારના ચાલક સાથે માથાકૂટ કરતા તેઓને મેથીપાક ચખાડવામાં આવ્યો હતોમ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સંઘપ્રદેશ દમણમાં નશો કરીને ત્રણ યુવાનો કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન દમણની પાતલીયા ચેકપોસ્ટ નજીક વલસાડના લીલાપુર ગામની કારના ચાલક સાથે બોલાચાલી થઈ હતી. કારમાં રહેલી મહિલાઓ સાથે ત્રણેય યુવાનોએ અભદ્ર ભાષામાં વાત કરી હતી જેથી કારચાલકનો પીછો કરવામાં આવ્યો હતો અને વલસાડ નજીક આવેલ જોધપુર સ્વીટની દુકાન પાસે જાહેર માર્ગ પર ત્રણેય નશાબાજ યુવાનોને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. જેના પગલે ત્રણેય યુવાનો દુકાનમાં ભરાઈ ગયા હતા. આ અંગેની જાણ વલસાડ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય યુવાનોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Latest Stories