New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/03/83539135-9bba-49e7-9027-cb05e307def7.jpg)
ભરૂચ શહેરનાં રતન તળાવમાં તા. ૧૯મીનાં રોજ વધુ એક કાચબાનું મોત નીપજયુ હતુ.
ભરૂચ શહેરમાં આવેલ રતન તળાવમાં દુર્લભ કાચબાનાં મોત નો સિલસિલો યથાવત રહેતા પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે ભારે નિરાશા જોવા મળી છે, કહેવાય છે કે તળાવની આસપાસ આવેલા વિસ્તારનું ગટર સહિતનું પાણી તળાવનાં પાણીમાં ભળવાના કારણે છાશવારે કાચબા ટપોટપ મોતને ભેટી રહ્યા છે. અગાઉ તંત્ર દ્વારા રતનતળાવમાં કાચબાનાં મોતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે એકશન પ્લાનની વાતો કરવામાં આવી હતી પરંતુ કોઈ જ નક્કર પગલા ભરવામાં ન આવતા નિર્દોષ જીવ મોતને ભેટી રહ્યા હોવાની લાગણી સ્થાનિકો વ્યકત કરી રહયા છે.
Latest Stories