હાર્દિક પટેલના ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામુ બાદ હવે હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ત્યારે હાર્દિક પટેલને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે આવતી કાલે હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં હાર્દિક મોટો ઘટસ્ફોટ કરી શકે તેવી શક્યતા છે.હાર્દિક અત્યારે પંજાબ છે અને આવતીકાલે તે દિલ્હી પોહ્ચે તેવી સંભાવના છે..

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ લાંબા સમયની નારાજગી બાદ પાર્ટીમાંથી રાજીનામુ ધરી દીધું છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જ હાર્દિક પટેલ પર હુમલા કરી રહ્યાં છે. હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. જોકે રાજીનામું આપવા સમયે તેની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે.

હાર્દિકે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધી મળવાનો સમય ન મળતાં રાજીનામું ધરી દીધું હતું. એટલું જ નહીં, હાર્દિક પટેલ આવતીકાલે દિલ્હીમાં છે, જ્યાં તેમના રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે.હવે જોવાનું તે રહેશે કે હાર્દિક ભાજપનો ખેસ ધારણ કરે છે કે પછી આપનું ઝાડુ પકડશે પણ આવતીકાલે રાજ્યની રાજનીતિ માટે મહત્વનો દિવસ સાબિત થશે તે નક્કી માનવામાં આવી રહ્યુંછે