અંકલેશ્વર: સામોર ગામે આયુષ્ય આરોગ્ય મેળો અને આંખ રોગ નિદાન કેમ્પનું કરાયુ આયોજન

જયાબેન મોદી મલ્ટીસ્પેશયલીટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો

New Update

અંકલેશ્વરના સામોર ગામે કરવામાં આવ્યું આયોજન

આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો

આયુષ્યમાન આરોગ્ય મેળાનું પણ આયોજન

નિષ્ણાત તબીબોએ આપી સેવા

લાભાર્થીઓએ કેમ્પનો લીધો લાભ

અંકલેશ્વર તાલુકાના સમોર ગ્રામ પંચાયત ખાતે જયાબેન મોદી મલ્ટીસ્પેશયલીટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ કંપની  દ્વારા આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો..
અંકલેશ્વર તાલુકાના સમોર ગ્રામ પંચાયત ખાતે જયાબેન મોદી મલ્ટીસ્પેશયલીટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો..
જયારે દર્દીઓને ચશ્માં પણ આપવામાં આવ્યા હતા.કેમ્પમાં એશિયન પેઈન્ટ્સના મેનેજર,સિનિયર મેનેજર તેમજ ગામના સરપંચ કિરણ વસાવા  અને તલાટી જયેશ વસાવાના સહીત જયાબેન મોડી હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.આ સાથે જ આયુષ્યમાન આરોગ્ય શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો..
Latest Stories