Connect Gujarat
આરોગ્ય 

શું તમે પણ રાત્રે બ્રેડ ખાવ છો ? તો ચેતી જજો નહીંતર ઊભી થઈ શકે છે આ સમસ્યાઓ.....

શું તમે પણ રાત્રે બ્રેડ ખાવ છો ? તો ચેતી જજો નહીંતર ઊભી થઈ શકે છે આ સમસ્યાઓ.....
X

બ્રેડ આપણા ઘરમાં નાસ્તાનું એક અભિન્ન અંગ બની ચૂકી છે. તમારી પાસે સમયની અછત હોય તો પણ તમે બ્રેડ ખાઈ શકો છો અથવા તમારે કોઈ હેલ્ધી રેસિપી ક્રિએટ કરવાની હોય ત્યારે પણ તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય બ્રેડનો તમે સેન્ડવિચથી લઈને પકોડા બનાવવામાં ઉપયોગ કરી શકો છો. પરંતુ વાત જ્યારે આરોગ્યની થઈ રહી હોય તો એ જાણવુ જરૂરી થઈ જાય છે કે તમારે બ્રેડનું સેવન ક્યારે કરવુ જોઈએ. તેને ખાવાનો યોગ્ય સમય કયો છે.

· રાત્રે બ્રેડ ખાવી જોઈએ કે નહીં

રાત્રે બ્રેડ ખાવાથી બચવુ જોઈએ. એવુ એટલા માટે કેમ કે આ બ્લડ શુગર લેવલને વધારી શકે છે અને તેમાં એક મોટુ સ્પાઈક લાવી શકે છે. આ સિવાય રાત્રે બ્રેડ ખાવાથી અપચાની સમસ્યાનું કારણ બની શકે છે. આનાથી તમને એસિડિટી થઈ શકે છે અને તમારી પાચનની સમસ્યાઓ વધી શકે છે. એટલુ જ નહીં આનાથી તમારી ઊંઘ પણ પ્રભાવિત થઈ શકે છે અને તમે સ્લીપ એપનિયાનો શિકાર થઈ શકો છો. આ સિવાય રાત્રે બ્રેડ ખાવાના નુકસાન પણ ઘણા છે.

- રાત્રે બ્રેડ ખાવી ડાયાબિટીસનું કારણ બની શકે છે

- રાત્રે બ્રેડ ખાવાથી તમારુ વજન વધી શકે છે

- રાત્રે બ્રેડ ખાઈને સૂવાથી તમે કબજિયાતનો શિકાર થઈ શકો છો

- જો તમને પેટ, લિવર અને આંતરડા સાથે જોડાયેલી બીમારી હોય તો પણ તમારે બ્રેડ ખાવી જોઈએ નહીં.

· બ્રેડ ખાવાનો સાચો સમય કયો છે

બ્રેડ ખાવાનો સાચો સમય લંચ છે. બપોરનું ભોજન તમને દિવસના બીજા ભાગ માટે એનર્જી આપે છે અને બ્રેડ ખાવાનો આ સમય તમારા માટે મદદગાર થઈ શકે છે. આ સિવાય દિવસે બ્રેડ ખાવાથી તમને એટલી ઊંઘ પણ નહીં આવે જેટલી તમને બીજી વસ્તુઓ ખાવાથી આવશે. આ સિવાય આ આરામથી પચી જશે અને તમને એસિડિટીની સમસ્યા થશે નહીં.

· કયા પ્રકારની બ્રેડ ખાવી જોઈએ

તમારે અનાજથી બનેલી બ્રેડ ખાવી જોઈએ. આ સિવાય તમે બ્રાઉન બ્રેડ પણ ખાઈ શકો છો. આ આરોગ્ય માટે નુકસાનકારક નથી કેમ કે આમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને આ તમારા આરોગ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.

Next Story