-
રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થાનનો સાંપડ્યો સહયોગ
-
શક્તિનાથ સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે શિબિર યોજાય
-
શાળામાં નિ:શુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
-
આયુર્વેદ-પ્રાકૃતિક ચિકિત્સાના અનુભવી તજજ્ઞોએ સેવા આપી
-
મોટી સંખ્યામાં શાળા પરિવાર સહિતના લોકોએ લાભ લીધો
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે નિ:શુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના અનુભવી તજજ્ઞોએ સેવા આપી હતી.
રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થાન અને નારાયણ વિદ્યાલયના સંયુક્ત પ્રયાસરૂપે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે નિ:શુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના અનુભવી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું.
વર્તમાન જીવન શૈલીથી લોકોને નવી નવી બીમારીઓ થઈ રહી છે, ત્યારે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી દર્દીઓની સારવાર થઈ શકે છે, ત્યારે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા અંગે ઉપસ્થિત સૌકોઈને માહિતગાર કરવામાં આવ્યા હતા.