/connect-gujarat/media/post_banners/b381aa043842bc3a78efbe67850d6b8efaf2c9218fc5f84653d476d1601d1bbe.webp)
ચહેરાની સાથે સાથે પગની સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. પગની એડીઓ ફાટવી એ એક સામાન્ય વસ્તુ છે. અને આ એડીઓને કોમલ બનાવવા માટે અનેક લોકો ઘણા બધા પ્રયત્નો કરતાં હોય છે, પરંતુ રીઝર્ટ મળતું નથી. આ સમસ્યાને કારણે ઘણા લોકોને પગમાં ચીરા પણ પડી જતા હોય છે. તો આજે અમે તમને ઘરેલુ ઉપાય વિષે જણાવીશું.
1. એલોવેરા : એલોવેરા જેલ ફાટેલી એડીઓને રીપેર કરવાનું કામ કરે છે. એલોવેરા જેલ સ્કીન અને વાળ માટે સૌથી બેસ્ટ છે. એલોવેરા જેલમાં એંટીઓક્સિડેન્ટનું પ્રમાણ ખૂબ જ વધુ માત્રા માં હોય છે. જે સ્કિનને લગતી અનેક સમસ્યામાંથી રાહત અપાવે છે. આ પગના તળિયા ડૂબે એટલુ પાણી લો. હવે તેમાં એલોવેરા જેલ નાખીને મિક્સ કરો. હવે આ પાણીમાં 10 મિનિટ માટે પગને પલાળી રાખો. ત્યાર બાદ પગને કોરા કરી લો. અને પછી એલોવેરા જેલ લગાવો અને મોજા પહેરી લો. આ ઉપાય રાતે કરવાનો હોય છે. આ ઉપાયથી રાતોરાત ફાટેલી એડીઓ કોમલ થઈ જાય છે.
2. મધ : મધ પણ ફાટેલી એડીઓને રીપેર કરવામાં અસરકારક નિવળે છે. મધથી સ્કીન એકદમ મસ્ત બની જાય છે. આ માટે એક ડોલમાં પગની પાની ડૂબે તેટલું પાણી લો અને તેમાં મધ મિક્સ કરો. ત્યાર બાદ 15 થી 20 મિનિટ માટે પગને તે પાણીમાં ડૂબાળી રાખો. ત્યાર બાદ એડીને સ્ક્રબ કરો. અને પછી હૂંફાળા પાણીથી ધોઈ નાખો. દરરોજ જો આ નુસ્ખાઓ કરશો તો ફાયદો થશે.
3. લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ : ફયેલી એડીને કોમલ બનાવવા માટે ગુલાબજળ, લીંબુ અને ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. આ માટે લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળને સરખા પ્રમાણમાં લો. પછી આ મિશ્રણને ફાટેલી એડી પર લગાવો અને પછી તેને એક કલાક માટે એમ જ રહેવા દો. ત્યાર બાદ એલોવેરા જેલ લગાવો અને મોજા પહેરી લો. આ તમારી સ્કિનને રીપેર કરવાનું કામ કરશે. આ ઉપાયથી સ્કીન મસ્ત બની જશે.