Connect Gujarat
આરોગ્ય 

એક્સરસાઇઝ કર્યા પછી ઇન્સ્ટન્ટ એનર્જી ગેઇન માટે આ ડ્રિંક્સ ચોક્કસપણે પીવો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો શરીરને ફિટ રાખવા માટે રોગ સામે રક્ષણ માટેકસરત,જિમ કરતાં હોય છે. અને કસરત કર્યા પછી થાક અને સુસ્તી અનુભવવી સામાન્ય છે.

એક્સરસાઇઝ કર્યા પછી ઇન્સ્ટન્ટ એનર્જી ગેઇન માટે આ ડ્રિંક્સ ચોક્કસપણે પીવો
X

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો શરીરને ફિટ રાખવા માટે રોગ સામે રક્ષણ માટેકસરત,જિમ કરતાં હોય છે. અને કસરત કર્યા પછી થાક અને સુસ્તી અનુભવવી સામાન્ય છે. કસરત દરમિયાન શરીરમાં પરસેવો થાય છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. આ માટે કસરત કરતા પહેલા અને પછી એનર્જી ડ્રિંક્સ જરૂરી છે. જો તમે પણ એક્સરસાઇઝ કર્યા પછી ઇન્સ્ટન્ટ એનર્જી મેળવવા ઇચ્છતા હોવ તો આ પીણાંનું સેવન ચોક્કસ કરો. તેમાંથી નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે વિવિધ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી શરીરમાં તરત જ ઉર્જાનો સંચાર થાય છે.

1. નાળિયેર પાણી પીવો :-

વર્કઆઉટ કર્યા પછી, તમે ઇન્સ્ટન્ટ એનર્જી મેળવવા માટે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. તેમાં 90 ટકા પાણી હોય છે. જેના કારણે શરીરમાં પાણીની કમી નથી થતી. શરીર હાઇડ્રેટેડ રહે છે. નારિયેળ પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન પણ બહાર નીકળી જાય છે. તેમાં હાજર ઈલેક્ટ્રોલાઈટ, પોટેશિયમ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના સેવનથી નબળાઈ અને થાક દૂર થાય છે. આ સિવાય નારિયેળ પાણીનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. જો તમે પણ અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો તો રોજ નારિયેળ પાણીનું સેવન કરી શકો છો.

2. છાશ પીવો :-

છાશ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછી નથી. તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, સારા બેક્ટેરિયા, લેક્ટિક એસિડ, કેલ્શિયમ સહિત અનેક પ્રકારના વિટામિન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેમજ શરીર હાઇડ્રેટેડ રહે છે. જેના કારણે શરીરમાં પાણીની કમી નથી થતી. આ ઉપરાંત શરીરમાં રહેલા ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે. આ ડ્રિંકનું સેવન કરવાથી શરીરમાં તરત એનર્જી મળે છે. આ માટે દરરોજ કસરત કર્યા પછી અને ભોજન કર્યા પછી છાશનું સેવન કરો. તેનાથી આખા શરીરને ફાયદો થાય છે.

આ એનર્જી ડ્રિંકનો ઉપયોગ કરતાં પહેલા કોઈ બીમારી કે એલર્જી હોય તો ડોક્ટરની સલાહ અવસ્ય લેવી જોઈએ.

Next Story