Connect Gujarat
આરોગ્ય 

જમ્યા બાદ રોજ કરો વજ્રાસન, ગેસ, અપચા જેવી અનેક સમસ્યાઓથી મળશે રાહત

‘યોગ ભગાડે રોગ’ આ કહેવત એકદમ સાચી છે. યોગ આપણાં તન મન સહિત આત્માને પણ શાંતિ આપે છે. યોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

જમ્યા બાદ રોજ કરો વજ્રાસન, ગેસ, અપચા જેવી અનેક સમસ્યાઓથી મળશે રાહત
X

‘યોગ ભગાડે રોગ’ આ કહેવત એકદમ સાચી છે. યોગ આપણાં તન મન સહિત આત્માને પણ શાંતિ આપે છે. યોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. તો સાથે શરીર ફ્લેક્સિબલ રહે છે અને ફેટ દૂર થાય છે. તેની સાથે જ યોગાસન ડાઇજેશન સિસ્ટમને પણ ઈમ્પ્રુવ કરે છે. તેનાથી ખાવાનું પચવામાં પણ મદદ મળે છે. કમર દર્દ હોય કે ઘૂંટણ દર્દ બધા પ્રકારના દર્દો યોગથી દૂર થાય છે. યોગ હોય કે કસરત તેને ખાવાનું ખાધા પહેલા જ કરવા જોઈએ. પરંતુ એક આસન એવું છે જેને જમ્યા બાદ કરવામાં આવે છે ડાયજેસ્ટિવ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવા માટે વજ્રાસન કરવામાં આવે છે. તો જાણો વજ્રાસનના ફાયદા.....

કેવી રીતે કરશો વજ્રાસન

વજ્રાસન કરવું એકદમ સરળ છે તેને કોઈ પણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે. જમ્યા પછી તરત જ યોગ મેટ કે આસન પાથરીને આ આસન કરી શકાય છે. વજ્રાસન કરવા માટે ઘૂંટણને સારી રીતે વાળો અને પગને સારી રીતે ફેલાવી દો. પગના તળિયા પર હિપ્સ રાખો અને બેસી જાઓ. હવે કમર, પીઠ અને ગરદનને સીધી રાખો. હાથને બંને ઘૂંટણ પર આરામથી રાખો. આંખો બંધ કરો અને શ્વાસ લો. આ આસનને શરૂઆતમાં બે મિનિટથી સ્ટાર્ટ કરો. પછી તેને તમે 15 મિનિટ સુધી પણ કરી શકો છો.

જાણો વજ્રાસનના ફાયદા

· વજ્રાસન કરવાથી બોડીમાં ડાયજેસન સિસ્ટમ સારી રહે છે.

· આ આસન શરીરમાં ખાવાનું પચાવવાના એંઝાઇમને વધારે છે.

· જે લોકોને અપચો, ગેસની સમસ્યા ખાટા ખોટા ઓડકાર આવે છે તેને રાહત મળે છે.

· કમરને સીધી રાખવામા આ આસન મદદ કરે છે.

· તેનાથી પગની માંસપેશીઓ મજબૂત બને છે.

· સતત બેસીને કામ કરવાથી પોશ્ચર બગડે છે. આ આસન કરવાથી તમને પોશ્ચર યોગ્ય રાખવામા મદદ મળે છે.

· ડાયજેશનને સારું રાખે છે આ આસન

Next Story