Connect Gujarat
આરોગ્ય 

શું તમને પણ વારંવાર ભૂખ લાગે છે? તો સાવધાન..... હોય શકે છે આ ગંભીર બીમારીઓનું જોખમ ......

શરીરમાં થાઈરૉઈડ અસંતુલિત થવા પર ભૂખ વધારે લાગે છે. ગળામાં તિતલી આકારની એક ગ્રંથિ આવેલી હોય છે

શું તમને પણ વારંવાર ભૂખ લાગે છે? તો સાવધાન..... હોય શકે છે આ ગંભીર બીમારીઓનું જોખમ ......
X

ભોજન એક એવી વસ્તુ છે જે વ્યકતીનો મૂડ સારો કરે છે. શરીરને જે પોષક તત્વોની જરૂર હોય છે તે આપણને ભોજનમાંથી જ મળે છે. ભૂખ લાગવી એ એક સામાન્ય વાત છે પરંતુ ઘણા લોકોને ભોજન બાદ પણ ભૂખ લાગતી હોય છે. જો તમને પણ ભોજન બાદ કઈક ખાવાની ઈચ્છા થાય છે તો તમે ચેતી જજો. કારણ કે વધુ ભૂખ લાગવી એ ઘણી ગંભીર બીમારીઓના સંકેત હોય શકે છે.

ડાયાબિટીસ:-

વધારે ભૂખ લાગવાનુ કારણ ડાયાબિટીસ હોય શકે છે. ડાયાબિટીસના દર્દીઓને ભોજન કર્યા બાદ પણ વધુ ભૂખ લાગે છે. હકીકતમાં આવું શરીરમાં જરૂરી માત્રા માં ઇન્સ્યુલીન ના બનવાને કારણે પણ થતું હોય છે. ડાયાબિટિસનો કોઈ ઈલાજ નથી. પરંતુ જો સમય રહેતા તેની જાણકારી મળી જાયતેને ડાયેત અને લાઈફસ્ટાઇલમાં ફેરફાર કરીને કંટ્રોલ કરી શકાય છે.

થાઈરૉઈડ:-

શરીરમાં થાઈરૉઈડ અસંતુલિત થવા પર ભૂખ વધારે લાગે છે. ગળામાં તિતલી આકારની એક ગ્રંથિ આવેલી હોય છે. જેમથી થાઈરૉઈડ હોર્મોન નીકળે છે. જ્યારે આ હોર્મોન્સનું સંતુલન શરીરમાં બગાડવા લાગે છે. તો થાઈરૉઈડ થઈ શકે છે. થઇરોઈડની સમસ્યામાં ભૂખ લાગવાની સાથે સાથે વજન પણ વધવા લાગે છે. અને અમુક લોકોના ચહેરા પર હળવા વાળ પણ દેખાવા લાગે છે.

ડિપ્રેશન:-

સ્ટ્રેસના કારણે મોટા ભાગના લોકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે. સ્ટ્રેસ કે ડિપ્રેસનના કારણે લોકોને વધુ ભૂખ લાગે છે. તેના કારણે તે ઓવરઇટિંગ કરવા લાગે છે. સ્ટ્રેસના કારણે કાર્ટીસોલ હોર્મોન્સ વધે છે. જેની અસર આપણી ભૂખ પર પડે છે.

Next Story