Connect Gujarat
આરોગ્ય 

શું તમે દૂધ ગરમ કર્યા વગર જ પીવો છો? તો સાવધાન! કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્યને થશે અનેક પ્રકારના નુકશાન....

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

શું તમે દૂધ ગરમ કર્યા વગર જ પીવો છો? તો સાવધાન! કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્યને થશે અનેક પ્રકારના નુકશાન....
X

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કાચું દૂધ એટલે કે દૂધને ગરમ કર્યા વગર પીવું પણ એક બીમારીને આમંત્રણ આપ્યા જેવુ છે. સગર્ભા મહિલાઓ અને વૃધ્ધોએ કાચું દૂધ પીવાનું બિલકુલ ટાળવું જોઈએ. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોએ પણ કાચું દૂધ કયારેય ના પીવું જોઈએ. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. કારણકે દૂધમાં બધા જ પ્રકારના જરૂરી પોષકતત્વો મળી આવે છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ આ સિવાય તો હજી ઘણા બધા પ્રોટીન દૂધ માંથી મળી આવે છે. તેથી જ ડોકટર દૂધ પીવાની સલાહ આપે છે.

બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાએ એક ગ્લાસ દૂધ અવશ્ય પીવું જ જોઈએ. પરંતુ ઘણી વાર લોકોને મનમાં એવો પ્રશ્ન થતો હોય છે કે ક્યૂ દૂધ પીવું ફાયદાકારક માનવામાં આવે છે. કેટલાક લોકો ઉકાળેલા દૂધને ફાયદાકારક માને છે તો કેટલાક લોકો કાચા દૂધને ફાયદાકારક માને છે. આવી સ્થિતિમાં આ દુવિધા દૂર કરવી જરૂરી છે.

નિષ્ણાંતોના માટે દૂધમાં અનેક પ્રકારના આપણા શરીરને મળતા જરૂરી પોષકતત્વો આવેલા છે. તેમાં કેલ્સિયમ, પોટેશિયમ અને વિટામિન ડી આવેલા હોય છે જે એક સાથે હેપ્પી હોર્મોન્સ પેદા કરે છે. રાતે સૂતી વખતે દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે. દૂધમાં તેલયુકત અને ઠંડકના ગુણો જોવા મળે છે, કાચું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પણ પચવામાં ખૂબ જ ભારે હોય છે. આ જ કારણ છે કે તેને પીતા પહેલા ઉકાળવાની સલાહ આપવામાં આવે છે. જેથી તેને પીવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે અને પોષક તત્વો તમામ અંગો સુધી પહોચે.

કાચા દૂધમાં ઘણા સારા બેક્ટેરિયા આવેલા હોય છે. તેમ છતાં તમારે કાચું દૂધ ના પીવું જોઇએ. કારણ કે તેને પીવાથી ઉલ્ટી, ઝાડા, અને અન્ય આંતરડાની સમસ્યાઑ થઈ શકે છે. આથી જ આપણે ઉકાળેલું દૂધ જ પીવું જોઈએ.

Next Story