શું તમને ગરબા રમ્યા પછી થાક બહુ લાગે છે? તો આટલું કરો, સ્ટેમિનાથી ભરપૂર રહેશો...

નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થાક લાગતો હોય છે. આ થાકની અસર બીજા દિવસે દેખાય છે. થાક લાગે ત્યારે શરીરમાં સ્ટેમિના ઓછી થઇ જાય છે

New Update
શું તમને ગરબા રમ્યા પછી થાક બહુ લાગે છે? તો આટલું કરો, સ્ટેમિનાથી ભરપૂર રહેશો...

નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થાક લાગતો હોય છે. આ થાકની અસર બીજા દિવસે દેખાય છે. થાક લાગે ત્યારે શરીરમાં સ્ટેમિના ઓછી થઇ જાય છે અને સાથે ઊંઘ પણ પ્રોપર રીતે આવતી નથી. આ માટે એવો ખોરાક ખાઓ જે તમને આખો દિવસ સ્ટેમિનાથી ભરપૂર રાખે. આમ, તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો આખો દિવસ સ્ટેમિનાથી ભરપૂર રહો છો અને સાથે થાક લાગતો નથી. જો કે હાથ-પગ પણ દુખતા નથી. તો જાણો સ્ટેમિનાથી ભરપૂર રહેવા માટે કઇ વસ્તુઓનું સેવન કરવાથી હેલ્થને ફાયદો થાય છે.

બદામ

ગરબા રમીને ઘરે આવો ત્યારે પાંચથી છ બદામ ખાવાની આદત પાડો. બદામ ખાવાથી શરીરમાં સ્ટેમિના રહે છે. બદામ ખાવાથી તમને લાગેલો થાક ઓછો થઇ જાય છે. આમ, તમે બદામ રાત્રે ખાવા ઇચ્છતા નથી તો રાત્રે ઘરે આવીને પાણીમાં પલાળો અને પછી સવારમાં પલાળેલી બદામ ખાઓ. પલાળેલી બદામ ખાવાથી થાક ઓછો થઇ જાય છે અને શરીરમાં સ્ટેમિના રહે છે.

ગોળનો શરબત પીઓ

નોરતાં દરમિયાન તમે દિવસમાં બેથી ત્રણ વાર ગોળનો શરબત પીવાનું રાખો. ગોળનો શરબત પીવાથી શરીરમાં સ્ટેમિના બની રહે છે. આ સાથે આયરથી લઇને બીજા અનેક પ્રકારના પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે.

સૂંઠ-ગંઠોડાનું દૂધ

ગરબા રમીએ ત્યારે જરા પણ થાક લાગતો હોતો નથી, પરંતુ ગરબા રમ્યા પછી ઘરે આવો ત્યારે થાકનો અનુભવ થાય છે. વધારે થાક લાગવાને કારણે ઊંઘ પણ સારી આવતી નથી. આમ તમે ઘરે આવીને સૂંઠ-ગંઠોડાનું દૂધ પીઓ છો તો ઊંઘ સારી આવે છે. આ દૂધ પીવાથી થાક ઓછો થઇ જાય છે.

ગોળનો શરબત પીઓ

નોરતાં દરમિયાન તમે દિવસમાં બેથી ત્રણ વાર ગોળનો શરબત પીવાનું રાખો. ગોળનો શરબત પીવાથી શરીરમાં સ્ટેમિના બની રહે છે. આ સાથે આયરથી લઇને બીજા અનેક પ્રકારના પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે.

હળદર વાળુ દૂધ

નવરાત્રીમાં ગરબા રમ્યા પછી હળદર વાળુ દૂધ પીવાનું રાખો. હળદર વાળુ દૂધ પીવાથી થાક ઓછો લાગે છે. આ સાથે હાથ-પગ દુખતા બંધ થઇ જાય છે. હળદર વાળુ દૂધ પીવાથી શરદી-ઉધરસ જેવી સમસ્યામાંથી પણ રાહત થઇ જાય છે. હળદર વાળુ દૂધ તમે બીજા દિવસે સવારમાં પણ પી શકો છો.

Latest Stories