શું તમે આખી રાત વાળમાં તેલ લગાવી રાખો છો? તો સાવધાન... થઈ શકે છે આડઅસર....

આખી રાત વાળમાં તેલ લગાવી રાખવું કોઇ નવી વાત નથી. આવું ઘણા લોકો કરે છે, ખાસ કરીને મહિલાઓની આવી આદત હોય છે

New Update
શું તમે આખી રાત વાળમાં તેલ લગાવી રાખો છો? તો સાવધાન... થઈ શકે છે આડઅસર....

આખી રાત વાળમાં તેલ લગાવી રાખવું કોઇ નવી વાત નથી. આવું ઘણા લોકો કરે છે, ખાસ કરીને મહિલાઓની આવી આદત હોય છે કે તે રાતના સમયે વાળમાં તેલ લગાવે છે અને સવારે ઉઠીને વાળ ધોઇ લે છે. પરંતુ આવું કરવાનાં કેટલાંક નુકસાન પણ છે. હકીકતમાં વાળમાં આખી રાત તેલ લગાવી રાખવું હેર કેરની ભૂલો માંથી એક છે. તેનાથી ફક્ત વાળને જ નુકસાન નથી થતું પરંતુ તેની આડઅસર ચહેરા પર પણ દેખાવા લાગે છે. જાણો શા કારણે વાળમાં આખી રાત તેલ લગાવીને ન રાખવું જોઇએ.

વાળમાં જામી જાય છે ગંદકી

· વાળમાં આખી રાત તેલ લગાવી રાખવાના કારણે સ્કેલ્પના છિદ્ર બંધ થઇ જાય છે એટલે કે ક્લોગ્ડ પોર્સની સમસ્યા થઇ શકે છે. તેનાથી વાળમાં જરરૂ કરતાં વધારે ગંદકી જામવા લાગે છે. જો તમે સ્કેલ્પ પર આંગળીથી થોડુ ખંજવાળશો તો તમને નખમાં ગંદકી જામી ગયેલી જોવા મળશે. આ ક્લોગ્ડ પોર્સ અને બિલ્ડ અપ જામવાનું જ પરિણામ છે.

વાળમાં જો હોય ડેંડરફ

· જો તમારા વાળમાં પહેલાથી જ ડેંડ્રફ હોય તો તમારે ઓવરનાઇટ હેર ઓઇલિંગ કરવાનું ટાળવું જોઇએ. તેની પાછળનું કારણ છે કે તેલના કારણે સ્કેલ્પ પર ડેંડ્રફ સાથે ગંદકી જામી શકે છે. જેનાથી ડેંડ્રફ પણ વધવા લાગે છે. તેના કરતાં તમારે હાઇડ્રેટિંગ હેર માસ્ક લગાવવું જોઇએ.

વાળ પહેલાથી જ છે ઓઇલી

· ઘણી મહિલાઓના વાળ પહેલાથી જ ઓઇલી હોય છે અને તે આ ઓઇલી વાળમાં પણ આખી રાત તેલ લગાવી રાખે છે. તેનાથી વાળમાં નાના-નાના કીટ, ગંદકી, ધૂળ અને માટી વધારે ચોંટી જાય છે. ઘણીવાર આ ગંદકી ધોવા છતાં પણ સંપૂર્ણ રીતે નીકળતી નથી.

વાળ ખરવા

· જો તમારા વાળ પહેલાથી જ ખરી રહ્યાં છે તો આખી રાત તેલ લગાવી રાખવાના બદલે હેર વોશના અડધા કે એક કલાક પહેલા તેલ લગાવવું તમારા માટે સારુ રહેશે. વધારે સમય સુધી વાળમાં તેલ લગાવી રાખવાથી માથામાં ખંજવાળ પણ આવે છે.

પિંપલ્સ નીકળે છે

· સ્કેલ્પમાં વધારે પડતું તેલ હોવાથી ચહેરા પર એક્ને, પિંપલ્સ અને ક્લોગ્ડ પોર્સની સમસ્યા પણ થઇ શકે છે. તેવામાં ઓવરનાઇટ ઓઇલિંગથી તેલ તકિયા પર ચોંટવા લાગે છે. તેનાથી ચહેરા પર પણ આ તેલ ચોંટે છે અને સ્કિન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.

Latest Stories