/connect-gujarat/media/post_banners/75aa2bafc94a6e991b43e7984da0cd307c08bb4bdbbf7e39bbee323caeca1d37.webp)
દરેક લોકોના રસોડામાં લીંબુનો ઉપયોગ થતો હોય છે. લીંબુ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. લીંબુનો ઉપયોગ તમે રસોઇનો સ્વાદ વધારવામાં જ નહીં, પરંતુ બીજી અનેક રીતે કરી શકો છો.
તો ચાલો જોઈએ લીંબુની છાલના બીજા ફાયદાઓ
-કિડીઓ દૂર કરો
ગરમીમાં ખાસ કરીને કિડીઓ ઘરમાં વઘારે આવે છે. આ કિડીઓને ભગાડવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે લીંબુની છાલને એ જગ્યામાં મુકી દો જ્યાં કિડીઓ આવતી હોય છે. આમ કરવાથી કિડીઓ ભાગી જશે અને તમારે લીંબુની છાલ ફેંકવાનો વારો નહીં આવે.
-માઇક્રોવેવ ચમકાવો
માઇક્રોવેવને ક્લિન કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે બાઉલમાં પાણી ભરી લો અને એમાં લીંબુની છાલ મુકી દો. પછી ઓવનમાં ગરમ થવા માટે મુકી દો. એવામાં પાણીમાંથી નિકળતી વરાળથી માઇક્રોવેવને કવર કરી લો. ત્યારબાદ ચોખ્ખા કપડાથી લૂંછી લો. આમ કરવાથી ઓવન સાફ થઇ જશે.
-વાસણો પોલિશ કરો
લીંબની છાલથી તમે વાસણોને મિનિટોમાં ચમકાવી શકો છો. આ માટે તમે લીંબુની છાલ લો અને એની ઉપર મીઠું લગાવીને રબ કરો. પછી આ વાસણને ગરમ પાણીમાં મુકી દો. મીઠાની જગ્યાએ તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.
-કટિંગ બોર્ડ સાફ કરો
લીંબુની છાલથી તમે કટિંગ બોર્ડ પણ સાફ કરી શકો છો. આ માટે તમે કટિંગ બોર્ડ પર લીંબુની છાલ ઘસો. આમ કરવાથી બેક્ટેરિયા ફ્રી થઇ જશે અને સાથે કટિંગ બોર્ડ એકદમ ક્લિન થઇ જશે.
-સ્કિન પર નિખાર લાવો
લીંબુની છાલથી તમે સ્કિન પર નેચરલ નિખાર લાવી શકો છો. લીંબુની છાલનો ઉપયોગ તમે સ્કિન લાઇટનર તરીકે પણ કરી શકો છો.
-ઘરમાંથી આવતી વાસ દૂર કરો
ઘરમાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. લીંબુની છાલ તમારા ઘરમાંથી આવતી વાસને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ ફ્રિજમાંથી આવતી વાસને પણ લીંબુની છાલથી દૂર કરી શકો છો.