Connect Gujarat
આરોગ્ય 

ચોમાસામાં ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોથી બચવા માટે અપનાવો આ 5 ઘરેલુ ટિપ્સ....

સમગ્ર દેશમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. અને આ 4 મહિના ચાલનારું ચોમાસુ મચ્છર અને માખીઓના પ્રજનન માટે આદર્શ માનવામાં આવે છે.

ચોમાસામાં ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોથી બચવા માટે અપનાવો આ 5 ઘરેલુ ટિપ્સ....
X

સમગ્ર દેશમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. અને આ 4 મહિના ચાલનારું ચોમાસુ મચ્છર અને માખીઓના પ્રજનન માટે આદર્શ માનવામાં આવે છે. તો આવા સમયે આપણે પણ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા તાવના શિકાર બની શકીએ છીએ. પરંતુ જો તમે આ ઘરેલુ ટિપ્સ ફોલો કરશો તો તમે આ તાવથી બચી શકશો.

· ડેન્ગ્યુ-મલેરિયાથી બચવાના ઘરેલુ ઉપાય

1. આદુનો રસ : આયુર્વેદના જાણકારો અનુસાર તાવ આવે ત્યારે તમે આદુનો રસ પણ પી શકો છો. તેમાં એન્ટી ઈન્ફલેમેટ્રી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આને પીવાથી ન માત્ર શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે પરંતુ તાવ લાવતા વાયરસનો પણ અંત થાય છે.

2. લીમડાના પાન : ડેન્ગ્યુ-મલેરિયાથી બચવા માટે લીમડાના પાંદડાનું સેવન કરવુ જોઈએ. આ પાંદડામાં વાયરસ અને બેક્ટેરિયાને ખતમ કરવાની શક્તિ હોય છે. આના પાંદડાના સેવનથી મલેરિયા, તાવ, ડેન્ગ્યૂ અને ફ્લૂ જેવી બીમારીઓ સાજી કરી શકાય છે.

3. તજનો ઉકાળો : મલેરિયા-ડેન્ગ્યુથી પીડિત દર્દીને તજનો ઉકાળો પીવડાવવો પણ સારો માનવામાં આવે છે. આયુર્વેદમાં આને તાવની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. જો તમને આ ઉકાળો કડવો લાગે તો તમે આને ટેસ્ટી બનાવવા માટે તેમાં મધ ઉમેરી શકો છો.

4. ગિલોયનો ઉકાળો : શરીરમાંથી તાવને જલ્દી દૂર કરવા માટે તમે ગિલોયના ઉકાળાનું પણ સેવન કરી શકો છો. તેમાં પણ એન્ટી પાયરેટિક અને એન્ટી ઈન્ફલેમેટ્રી ગુણ હોય છે. જેનાથી આ ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં લાભદાયક થઈ જાય છે. આના સેવનથી વારંવાર તાવ ચઢતો નથી.

5. તુલસીના પાનનો રસ : તુલસીને આયુર્વેદિક ગુણોની ખાણ કહેવામાં આવે છે. આના પાનમાં ડાયફોરેટિક અને એન્ટી-પાયરેટિક ગુણ હોય છે. આના પાનના સેવનથી શરીરનો પરસેવો ઝડપથી બહાર નીકળે છે. જેનાથી શરીરનું વધેલુ તાપમાન ઓછુ થઈ જાય છે અને તાવ ઉતરી જાય છે.

Next Story