/connect-gujarat/media/media_files/JnXsuPoLy8UStOCi6mFB.jpeg)
બાળકોમાં આજે બહારનું ખાવાનું ચલણ વધ્યું છે. ઘરનું ભોજન છોડી બાળકો હોટલ-રેસ્ટોરન્ટનું ખાવાનું વધુ પંસદ કરે છે. બાળકોને પિઝા, પાસ્તા અને નૂડલ્સ વધુ પ્રિય છે. પરંતુ આ ખોરાક તેમની હેલ્થ માટે નુકસાનકારક છે. શિયાળામાં સ્વાસ્થ્ય બગડે નહી માટે બાળકોને પૌષ્ટીક આહાર જરૂર આપવો જોઈએ.
તેમની દિનચર્યામાં કેટલાક સુપરફૂડને સામેલ કરશો તો શરદી અને ખાંસી તો શું તાવ પણ દૂર રહેશે. આ સુપરફૂડના સેવનથી બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા વધશે. તેઓ જલ્દી કોઈ ચેપના શિકાર થશે નહીં.
શિયાળામાં સ્વસ્થ રહેવા વસાણા ખાવામાં આવે છે. આ વસાણા ખાસ સામગ્રીમાંથી બને છે. પરંતુ તેનો સ્વાદ બાળકોને પસંદ આવતો નથી. તમે બાળકોના આહારમાં રાગી જેવા અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, બીટ, ટામેટાં, મૂળાભાજી, સરગવાને સામેલ કરી શકો છો. આ ઉપરાંત ફળમાં તમે આમળા, નારંગી અને મોસંબી જેવા વિટામિન સીથી ભરૂપર ફળોને સામેલ કરો. તમે કોળા, અળસી, ચિયા સીડ્સ અને સૂર્યમુખી જેવા બીજને બાળકોના દૈનિક આહારમાં સ્થાન આપો. બાળકોના ખોરાક માટે ચોક્કસ પ્રકારનું ટાઈમટેબલ બનાવી તેમને આ સુપરફુડ આપી શકો છો.