Connect Gujarat
આરોગ્ય 

હિંગ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ; પાચન સાથે આ સમસ્યાઓમાં પણ મળે છે રાહત, જાણો ફાયદા

હિંગ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ; પાચન સાથે આ સમસ્યાઓમાં પણ મળે છે રાહત, જાણો ફાયદા
X

હીંગ વરિયાળીની પ્રજાતિનો છોડ છે. આ છોડ મૂળ ઈરાનનો છે. હિંગનો ઉપયોગ મોટે ભાગે ખોરાકનો સ્વાદ વધારવા અથવા ગેસની સમસ્યા દૂર કરવા માટે થાય છે. હિંગ લાંબા સમયથી આપણા પરંપરાગત રસોડાનો મહત્વનો ભાગ રહી છે. હિંગનો ઉપયોગ બિરયાનીથી માંડીને કઠોળ અને શાકભાજીમાં પણ થાય છે. હિંગની સુગંધ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. આજે અહીં હિંગના ફાયદા અંગે જણાવવામાં આવ્યું છે.

હિંગ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. હિંગમાં કુમારિન નામનું તત્વ જોવા મળે છે. જેના કારણે લોહીનો પ્રવાહને યોગ્ય રીતે જાળવાય છે. હિંગમાં રહેલા ઔષધીય ગુણધર્મો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

દાંતના ચેપ, પીડા અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને દૂર કરવા માટે હીંગ ખૂબ જ ફાયદાકારક છે. હીંગમાં એન્ટીઓકિસડન્ટસ જોવા મળે છે. જે ચેપ અને દુ:ખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

હિંગનું પાણી મેટાબોલિઝમ વધારે છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી અને વજન ઘટે છે.

હિંગમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. જે ત્વચાના વિવિધ રોગોને દૂર કરવામાં મદદ કરે છે અને રિંગવોર્મ, ખરજવા, ખંજવાળ અને ચામડીના રોગોમાં પણ રાહત આપે છે.

એન્ટિ-વાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મોને કારણે હીંગ ઉધરસ, અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી શ્વસન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. હિંગ કફ અને શરદી-ઉધરસની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે તમે હીંગના પાણી કે હિંગને મધમાં મિશ્ર કરી ઉપયોગ કરી શકો છો.

હિંગ પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે. જે લોહીના પ્રવાહને વધુ સરળ બનાવે છે અને પીડાને દૂર કરે છે. ગરમ પાણીમાં હિંગ પાવડરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

Next Story