અમૂકવાર હદથી વધુ ભોજન કરી લીધું હોય તો એસિડિટીની સમસ્યા ઉદભવે છે. લગ્ન કે પાર્ટીમાં આપણે ફૂડને લઈને કંટ્રોલ નથી કરી શકતા અને ગળા સુધી ભોજન લઈએ છીએ. એવામાં પાચનમાં ગળબળ થાય એ સ્વાભાવિક છે. અને પછી પેટમાં ગેસ પણ થવા લાગે છે. તો જાણો કયા ઘરેલુ ઉપાય થી તમે એસિડિટીની સમસ્યાથી રાહત મેળવી શકશો….
આ ઉપાયો અજમાવો
1. લીંબુ : જ્યારે પણ ડાઈજેશનની વાત આવે લીંબુનો રસ આ કામમાં તમારી મદદ અવશ્ય કરે છે. જયારે પણ ગેસ કે એસિડિટીની સમસ્યા થાય ત્યારે દિવસમાં અનેક વાર થોડું થોડું લીંબુનું પાણી પિતા રહેવું.
2. અજમો : અજમો ડાઈજેશનમાં મદદરૂપ માનવામાં આવે છે. તમે અજમાને તવા પર શેકી લો અને ખાય લો. થોડી જ વારમાં પેટમાંથી ગેસ નીકળી જશે.
3. લવિંગ : લવિંગનો ઉપયોગ ભોજનની ફ્લેવર વધારવામાં કરવામાં આવે છે. પરંતુ લવિંગના ઉપયોગથી તમે પેટના ગેસને પણ ભગાડી શકો છો. તમે લવિંગનું પાણી પીવો તો ગેસથી તરત જ રાહત મળશે.
4. જીરાનું પાણી : જીરું એક એસિડ ન્યુટરલાઇઝરનું કામ કરે છે. તમે એક પેનમાં એક ગ્લાસ પાણી લો તેમાં 1 થી 2 ચમચી આખા જીરાની નાખો. હવે આ પાણીને ઉકાળીને પી જાઓ. ગેસ ગાયબ થઈ જશે.
5. વિનેગર : જો તમે એક કપ પાણીમાં 2 ચમચી વિનેગાર મિકસ કરો છો અને દિવસમાં 2 વાર તેનું સેવન કરો છો તો તમારું પાચનતંત્ર સારું રહેશે.
6. છાસ : છાસમાં લેકટીક એસિડ હોય છે. જે ડાયજેશનને દુરસ્ત રહે છે. અને તેનાથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યા દૂર થાય છે.
7. કેળું : કેળું એક પૌષ્ટિક ફળ છે. તેમાથી નેચરલ એંટાસીડ મળે છે. તેનાથી ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે. તો તમે રોજ 1 થી 2 કેળાનું સેવન કરી શકો છો.