Connect Gujarat
આરોગ્ય 

કાકડી સુકાય જતી હોય તો તેનો કરો આ રીતે ઉપયોગ, ત્વચાની સંભાળમાં કરશે અજાયબી

ઘણી વખત આપણે ઘરમાં કાકડી ખાવા માટે લાવતા હોઈએ છીએ, પરંતુ કયારેક કોઇ ખાઈ નહીં તો એકદમ સુકાઈ જાય છે.

કાકડી સુકાય જતી હોય તો તેનો કરો આ રીતે ઉપયોગ, ત્વચાની સંભાળમાં કરશે અજાયબી
X

ઘણી વખત આપણે ઘરમાં કાકડી ખાવા માટે લાવતા હોઈએ છીએ, પરંતુ કયારેક કોઇ ખાઈ નહીં તો એકદમ સુકાઈ જાય છે. તો તમે ઈચ્છો તો તેમાથી કાકડી રોલ ઓન અથવા ટોનર બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવા અને તેના ઉપયોગ વિષે...

કાકડી એલોવેરા જેલ

કાકડીનો રોલ ઓન બનાવવા માટે કાકડીને છાલની સાથે છીણી લો. પછી તેનો રસ કાઢી એલોવેરા જેલ મિક્સ કરો અને તેને સારી રીતે બીટ કરો. પરંતુ તમે એ ધ્યાનમાં રાખો કે તમે એલોવેરા જેલ લો છો તેના કરતાં ત્રણ ગણો કાકડીનો રસ લેવાનો. પછી વિટામિન e ની એક કેપ્સ્યુલ લો. તેને કાકડીના રસમાં મિક્સ કરો અને તેને એક બોટલમાં ભરી લો. આને રોજ ડાર્ક સર્કલ પર લગાવશો તો ડાર્ક સર્કલ દૂર થશે.

કાકડી ગુલાબ જળ

કાકડીનું ટોનર બનાવવા માટે સૌ પ્રથમ કાકડીની છીણીને તેનો રસ કાઢી લો. પછી આ રસમાં સમાન માત્રામાં ગુલાબજળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેને એક સ્પ્રે બોટલમાં ફરીને નિયમિતપણે તમારા ચહેરા પર લગાવો.

કાકડી ગ્રીન ટી

ટોનર બનાવવા માટે તમે કાકડી અને ગ્રીન ટી નો ઉપયોગ કરી શકો છો. આ માટે કાકડીના રસમાં ગ્રીન ટી અને લીંબુનો રસ મિક્સ કરો અને તેને સારી રીતે ફેટ કરો. પછી તેને એક બોટલમાં ભરીને રાખો જરૂર પડ્યે તેનો ઉપયોગ કરો.

લગાડવાની રીત

કાકડી રોલ ઓન અને ટોનર લગાવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ટોનરમાં કોટન બોલ દૂબાળો અને તેને આંખની નીચે અને ગરદન પર લગાવો. પછી તેને બે મિનિટ માટે છોડી દો. પછી તેને કોટનથી લૂછી નાખો.

Next Story