Connect Gujarat
આરોગ્ય 

થોડો પણ દુખાવા માટે પેરાસિટામોલ લેતા હોય તો ચેતી જજો, પરિણામ જાણીને ચોંકી જશો

વિશ્વભરમાં લોકોને શરીરમાં દુખાવો, માથાનો દુધાવો અને અન્ય ભાગોમાં દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે.

થોડો પણ દુખાવા માટે પેરાસિટામોલ લેતા હોય તો ચેતી જજો, પરિણામ જાણીને ચોંકી જશો
X

વિશ્વભરમાં લોકોને શરીરમાં દુખાવો, માથાનો દુધાવો અને અન્ય ભાગોમાં દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે. દુખાવાથી રાહત મેળવવા માટે લોકો અવારનવાર પેરાસિટામોલ, ઈબ્રુપ્રોફેમ અને કોડીન જેવી દવાઓ ડોક્ટરને પુછ્યા વગર જ લેતા હોય છે. એક નવા સંશોધન અભ્યાસમાં આવી દવાઓના ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી છે. આ અભ્યાસ એવા લોકો માટે ચિંતાજનક છે, જેઓ વગર વિચાર્યે મેડિકલ સ્ટોર પર જાય છે અને જાતે જ પેરાસિટામોલનું સેવન કરે છે.

સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે એનાલજેસિકથી દુખાવો ઓછો થાય છે પરંતુ તેની ખતરનાક આડઅસર હતી. જઠરાંત્રિય પ્રણાલી પર આડ અસરો જેવી કે દર્દીમાં ઉબકા, અપચો, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ જેમ કે થાક, ચક્કર અને માથાનો દુખાવો પણ જોવા મળ્યો હતો. અભ્યાસમાં, તે ખાસ કરીને જોવા મળ્યું હતું કે જે લોકોને પીઠના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો હતો. તે લોકોએ આ દવાઓનું વધુ સેવન કર્યું છે. એક સમીક્ષા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પીઠના દુખાવા અને જૂના અસ્થિવા માટે પેરાસિટામોલ લેવાથી જીવનશૈલીમાં સુધારો થતો નથી. પેરાસિટામોલની અસર પીડા ઘટાડવામાં એટલી અસરકારક ન હતી અને ન તો તેને નોંધપાત્ર ગણવામાં આવી હતી. સંશોધકોએ ચેતવણી આપી હતી કે આ દવાના વધુ પડતા ઉપયોગથી લીવરને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.

Next Story