New Update
જ્યારે પણ શરદી ઉધરસ કે ગળામાં દુખાવો થાય તો સૌથી પહેલા ગરમ દૂધમાં હળદર ઉમેરીને પી લેવાની સલાહ મળે છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને સાથે જ વાઇરલ બીમારીઓ દૂર થાય છે. હળદરવાળું દૂધ પીવાથી ચોક્કસથી ફાયદા થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ સલાહ આપે છે કે રાત્રે સૂતા પહેલાં હુંફાળા દૂધમાં હળદર ઉમેરીને પીવું જોઈએ તેનાથી ઘણી શારીરિક સમસ્યાઓ દવા વિના મટે છે. પરંતુ કેટલીક એવી સમસ્યાઓ પણ હોય છે જેમાં હળદર વાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. આ સમસ્યાઓ હોય તો હળદર વાળું દૂધ પીવાથી નુકસાન થઈ શકે છે.
હળદર વાળું દૂધ પીવાથી થતા નુકસાન….
- ગરમીના દિવસોમાં હળદર વાળું દૂધ પીવાથી બચવું જોઈએ. કારણકે હળદર ની તાસીર ગરમ હોય છે તેવામાં હળદર વાળું દૂધ પીવાથી શરીરની ગરમી વધી શકે છે.
- જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તેમણે હળદર વાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. હળદર વાળું દૂધ પીવાથી ડાયરિયા થવાની શક્યતા વધી જાય છે સાથે જ ઉલટી અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે.
- જે લોકોને સોયા અથવા તો નટ્સ એલર્જી હોય તેમણે પણ હળદર વાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી એલર્જીની સમસ્યા વધી શકે છે.
- જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પણ હળદરનું સેવન ટાળવું જોઈએ. કારણકે હળદરમાં બે ટકા ઓક્સલેટ હોય છે. ઓક્સલેટ પથરીની સમસ્યાને વધારી શકે છે.
- વધારે પ્રમાણમાં હળદર વાળું દૂધ પીવાથી બ્લડ સુગર લેવલ પણ ઘટી જાય છે. તેવામાં એવા લોકો જે એન્ટિબાયોટિક દવાઓ લેતા હોય તેમણે હળદર વાળું દૂધ પીતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો.
Latest Stories