ભોજનમાં સામેલ કરો રેઇનબો ડાયટ, મળશે ચમત્કારિક ફાયદાઓ

ભોજનના રંગોથી સજેલી થાળીને રેઇન બો ડાયટ કહેવામા આવે છે. આ ડાયતમાં દરેક રંગના ખાદ્ય પદાર્થોને સામેલ કરવામાં આવે છે.

New Update
ભોજનમાં સામેલ કરો રેઇનબો ડાયટ, મળશે ચમત્કારિક ફાયદાઓ

ભોજન બનાવતી વખતે અને જમતા સમયે તમે શાકભાજી, ફળ, દાળ અને અનાજના રંગ પર પણ ધ્યાન આપ્યું હશે. આ તમામ રંગ થાળીમાં એક સાથે મૂકી દેવામાં આવે તો થાળીમાં ઇન્દ્રધનુષ જેવુ જોવા મળશે. ભોજનના રંગોથી સજેલી થાળીને રેઇન બો ડાયટ કહેવામા આવે છે. આ ડાયતમાં દરેક રંગના ખાદ્ય પદાર્થોને સામેલ કરવામાં આવે છે. જેથી શરીરને અલગ અલગ પોષકતત્વો મળી રહે. ભોજન સાથે જોડાયેલા દરેક કુદરતી રંગ ખાસ ખાસ પોષણ ની તરફ ઈશારો કરે છે.

લાલ રંગ:-

લાલ રંગના જેટલા પણ શાકભાજી અને ફળો છે તે હદય માટે ફાયદાકારક છે. ટામેટાં, તરબૂચ, બીટ, સ્ટ્રોબેરી, દાડમ જેવા ફળ આ રંગમાં સામેલ છે. લાલ રંગના ખાદ્ય પદાર્થોમાં લાયકોપીન એંટીઓક્સિડંટ હોય છે. જે હદય સંબંધિત બીમારીઓને દૂર કરે છે.

નારંગી રંગ:-

આ રંગના ફળ શાકભાજીમાં કેરોટિન નામનું તત્વ હોય છે. સંતરા તો આ રંગના છે જ. પણ આ સિવાય ગાજર, કોળું, પીચ જેવી વસ્તુઓ આમાં આવે છે. આને ખાવાથી તમારી સ્કીન અને વાળને પોષણ મળે છે.

પીળો રંગ:-

પીળા રંગના ભોજનમાં તમે પપૈયું, અનાનસ, લીંબુ, કેરી, મકાઇ, ટેટી જેવી વસ્તુઓ સામેલ કરી શકો છો. જેમાં ભરપૂર બ્રોમેલાઇન અને પપાઇન હોય છે. આ તત્વ પાચનતંત્રને મજબૂત કરે છે.

લીલો રંગ:-

લીલા રંગમાં શાકભાજી અને ફલોને તો હંમેશથી જ પોષણ નો ખજાનો માનવામાં આવે છે. આ રંગના ભોજનમાં ભરપૂર ફોલેટ અને આયર્ન હોય છે. જેટલી પાંદળા વાળી શાકભાજી છે. તે તમામ આ પોષકતત્વોથી ભરપૂર છે.

વાદળી રંગ:-

રીંગણ, જાંબુ, કાળી દ્રાક્ષ જેવા ફળ શાકભાજી આ રંગોનું નેતૃત્વ કરે છે. આ રંગના ખાદ્ય પદાર્થો બાળકોની માનશિક શક્તિને વધારે છે. જેમાં એંથોસાએનીન જેવા તત્વો આવેલા હોય છે. જે ઇમ્યુન સિસ્ટમ ને સ્ટ્રોંગ બનાવે છે અને પાચન તંત્ર ને સારું રાખે છે.

સફેદ રંગ:-

સફેદ રંગના પણ ખૂબ ફળ અને શાકભાજી આવેલા છે. જેમાં ડુંગળી, લસણ, કોબી કેળાં વગેરે સામેલ છે. આમાં હાઇ ફાઈબર હોય છે સાથે સાથે જ આમાં પોટેશિયમ પણ હોય છે. 

Latest Stories