હાલ વધી રહેલા પ્રદૂષણ અને ખરાબ લાઈફ સ્ટાઇલના કારણે લોકોમાં અનેક પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે. ત્યારે ખરાબ ખાન પાન અને જંકફૂડના કારણે લોકોના વજન પાન વધી રહ્યા છે અને આ વધેલા વજનને કંટ્રોલ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે. પરંતુ તો પણ વજન ઘટતું નથી. તો આજે અમે તમને એક એવા ફળ વિષે જણાવીશું જે તમારા વજનને ઓછું કરવામાં મદદ કરશે.
અનાનસ ભારતમાં સૌથી વધુ ખવાતું ફળ માનવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના વિટામીન્સ આવેલા હોય છે. જે સ્વાસ્થ્યને સારું રાખવામા મદદ કરે છે.આમ તો અનાનસ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. પરંતુ અનાનસ વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદ કરે છે. તો ચાલો અનાનસથી થતાં લાભો વિષે જાણીએ.
મેટાબોલીઝમ બુસ્ટ કરે છે
અનાનસમા બ્રોમેલેન નામનું એઞ્ઝાઇમ આવેલું છે. જે મેટબોલિઝમને બુસ્ટ કરે છે. હાઇ મેટબોલિક રેટનો અર્થ એ છે કે તમારું શરીર ઝડપથી કેલેરી બર્ન કરે છે. તેના કારણે વજન ઓછું થાય છે.
લો કેલેરી
અનાનસ ઓછી કેલેરીવાળું ફળ છે. 100 ગ્રામ અનાનસમાં માત્ર 50-55 કેલેરી હોય છે. આ ગુણ તેને વજન ઘટાડવામાં મદદ કરે છે. કેલેરીયુકત ખોરાક લેવાથી વજન વધે છે. આ સ્થિતિમાં અનાન તમારા માટે કારગત સાબિત થઈ શકે છે.
હાઇ ફાઈબર
પાઈનેપલમાં હાઇ ફાઈબર આવેલું હોય છે. હાઇ ફાઈબરવાળા ખોરાક પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેને અર્થ એ છે કે તમે આખા દિવસ દરમિયાન જંક ફૂડ ખાવાની શકયતાને ઓછી કરો છો.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે
હાઇ કોલેસ્ટ્રોલ હદય રોગ, સ્ટ્રોક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ વધારે છે. પાઈનેપલમાં એવા ઘટકો આવેલા હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.
મિનરલ અને વિટામીન્સથી ભરપૂર
અનાનસ વિટામીન્સ અને મિનરલથી ભરપૂર ફળ છે. તેમાં વિટામિન સી, B1, B6 તેમજ મેંગેનીઝ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ આવેલા હોય છે. જ્યારે તમે આ પોષકતત્વોથી ભરપૂર ખોરાક લો છો. ત્યારે તમારું શરીર ઝડપથી ચરબી બર્ન કરે છે.