વજન ઘટાડે, સ્કીન માટે તો બેસ્ટ! ઉનાળામાં જાણો શિકંજી પીવાના ફાયદા, જાણીને પીવાનું શરૂ કરી દેશો

New Update
વજન ઘટાડે, સ્કીન માટે તો બેસ્ટ! ઉનાળામાં જાણો શિકંજી પીવાના ફાયદા, જાણીને પીવાનું શરૂ કરી દેશો

ઉનાળાની તપતી ગરમીમાં લોકો ઠંડક મેળવવા અવનવા ડ્રિંક્સ (Cold Drinks in Summer) પીવે છે. પરંતુ કોઇ પણ ખાંડવાળા કે ચાસણી યુક્ત ડ્રિંક્સની જગ્યાએ તમારે ઉનાળામાં હેલ્ધી ડ્રિંક્સ (Healthy Summer Drinks) જરૂર પીવા જોઈએ. જે શરીરને જરૂરી પોષણ તો આપે જ છે, સાથે સાથે શરીરમાં પાણીની ઉણપ પણ થવા દેતી નથી. તેથી ઉનાળામાં 1 ગ્લાસ શિકંજી પીવો.

શિકંજી પીવાથી થતાં ફાયદા અંગે તમે જાણો છો? શિકંજી ગરમીની ઋતુમાં એસિડિટી, ઉબકા થવા અથવા ખોરાક ન પચાવવાની સમસ્યાઓમાં રાહત આપે છે. શિકંજી સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. શિકંજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો જાણી શિકંજીના અન્ય સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે.

1. ડિહાઇડ્રેશનથી બચાવશે ઠંડી શિકંજી: ઉનાળામાં ગરમીના કારણે ઘણા લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બની જાય છે. આ સમસ્યાથી બચવા માટે શિકંજીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. પરસેવો થવાથી અને શરીરમાં પાણીની ઉણપના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થઇ શકે છે. ઉનાળામાં શિકંજીનું સેવન કરવાથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે.

2. તણાવને કરશે દૂર તાણ દૂર કરવા માંગતા લોકો માટે શિકંજીનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે શિકંજી પીવાથી ડિપ્રેશન અને તણાવથી રાહત મળે છે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે શરીરને હાઇડ્રેટેડ રાખવાથી તણાવથી દૂર રહેવામાં મદદ મળે છે. આ સાથે જ શિકંજીમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુ તમને રિલેક્સ કરે છે.

3. સ્કિન માટે છે ફાયદાકારક શિકંજીમાં લીંબુનો ઉપયોગ થાય છે અને તેથી જ શિકંજીનું સેવન ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. લીંબુ વિટામિન સીનો ખૂબ સારો સ્રોત છે જે તમારી ત્વચા અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. શિકંજીનું સેવન કરવાથી તમે ત્વચાને ગરમી સંબંધિત સમસ્યાઓથી બચાવી શકો છો. 

Latest Stories