New Update
-
દીપક ફેનોલિક્સ કંપનીનું સેવાકાર્ય
-
મોબાઈલ મેમોગ્રાફી યુનિટ વિકસાવાયુ
-
પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના હસ્તે પ્રસ્થાન
-
ધારાસભ્યો સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
-
પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સર શોધવામાં આવશે
ભરૂચ જિલ્લાના વંચિત સમુદાયોમાં પ્રારંભિક સ્તન કેન્સરની શોધ અને નિદાનને સુધારવાના હેતુથી મોબાઈલ મેમોગ્રાફી યુનિટનું પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ પ્રસ્થાન કરાવ્યું હતું
ભરૂચ જિલ્લાના વંચિત સમુદાયોમાં પ્રારંભિક સ્તન કેન્સરની શોધ અને નિદાનને સુધારવાના હેતુથી દીપક ફેનોલિક્સ લીમીટેડના સી.એસ.આર.ના અનુદાનમાંથી મોબાઈલ મેમોગ્રાફી યુનિટને વિકસાવવામાં આવ્યું છે. જેનું આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતીના હસ્તે હોટલ હયાત ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, દીપક ફાઉન્ડેશના ટ્રસ્ટી ડૉ. જાઈ પવાર, દીપક ફાઉન્ડેશનના નિયામક ડૉ. આકાશકુમાર લાલ, નાયબ નિયામક નિર્મલસિંહ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
આ મોબાઇલ યુનિટ અંતરિયાળ વિસ્તારોમાં આવશ્યક નિદાન સેવાઓ પૂરી પાડશે. મોબાઈલ મેમોગ્રાફી યુનિટ મહિલાઓને તેના પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સરને શોધી કાઢવાની ક્ષમતા સાથે સશક્તિકરણ પણ કરશે.
Latest Stories