Connect Gujarat
આરોગ્ય 

તાવ આવવાથી મોં કડવું થઈ જાય છે? તો આ ટિપ્સને ફોલો કરો, જીભનો સ્વાદ બદલી જશે.....

આમ તો તાવ કોઈ પણ ઋતુમાં આવી શકે છે. પરંતુ વરસાદી વાતાવરણમાં તાવ આવવાના કેશ વધી જતાં હોય છે.

તાવ આવવાથી મોં કડવું થઈ જાય છે? તો આ ટિપ્સને ફોલો કરો, જીભનો સ્વાદ બદલી જશે.....
X

તાવ માં શરીરનું તાપમાન વધી જાય છે. તાવ અલગ અલગ પ્રકારના હોય છે પરંતુ બધા જ પ્રકારના તાવમાં એક સામાન્ય લક્ષણ જોવા મળે છે અને તે છે મોઢું કડવું થઈ જવું. જો તમને પણ તાવ આવે અને જીભનો સ્વાદ કડવો થઈ જાય તો તેને સુધારવા માટે શું કરવું ચાલો જણાવીએ...

મોંનો કડવો સ્વાદ કઈ રીતે દૂર કરવો?

૧. મીઠાના પાણીના કોગળા કરવા

તાવ આવે ત્યારે મોઢાના સ્વાદ પર ખૂબ જ ખરાબ અસર થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે પાણીમાં મીઠું ઉમેરી તેનાથી કોગળા કરી શકો છો. તેના માટે જો તમે હુંફાળું પાણીનો ઉપયોગ કરો છો તો તે વધારે સારું રહેશે. આ પાણીથી દિવસમાં ૨ થી ૩ વાર કોગળા કરવા જોઈએ.

૨. ટમેટાનું સૂપ

ટમેટાનું સૂપ પીવામાં સ્વાદિષ્ટ લાગે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામીન્સ ભરપૂર પ્રમાણમા હોય છે. આ સૂપ પીવાથી જીભની કળવાસ ઓછી થવા લાગે છે. તમે ૨૪ કલાકમાં ૨ કપ સૂપ પી શકો છો.

૩. એલોવેરા જ્યુસ

સામાન્ય રીતે લોકો એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા વધારવા માટે કરતાં હોય છે. પરંતુ જ્યારે તાવ આવ્યો હોય છે ત્યારે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જ્યુસ ના એંટીઓક્સિડંટસ અને એંટીઇન્ફ્લેમેટરી ગુણ મોં ની કડવાસને ઝડપથી દૂર કરે છે.

Next Story