શરીરમાં લોહીની કમીનું કારણ બની શકે છે ROનું પાણી, આ કડવું સત્ય જાણી ચોંકી જશો

RO વોટર પ્યૂરીફાયર. RO નો અર્થ Reverse Osmosis થાય છે, જે દૂષિત પાણીને સાફ કરી પીવા યોગ્ય બનાવે છે.

New Update
શરીરમાં લોહીની કમીનું કારણ બની શકે છે ROનું પાણી, આ કડવું સત્ય જાણી ચોંકી જશો

પરિવર્તનશિલ લાઇફસ્ટાઇલને કારણે આપણી જરૂરીયાતો પણ બદલાતી રહે છે. આજકાલ તમને દરેક ઘરમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે જોવા મળી જશે, જે આપણા જીવનને સરળ બનાવે છે. આ સિવાય છેલ્લા કેટલાક વર્ષોમાં એક વસ્તુ લોકોના ઘરમાં જગ્યા બનાવી રહી છે, તે છે RO વોટર પ્યૂરીફાયર. RO નો અર્થ Reverse Osmosis થાય છે, જે દૂષિત પાણીને સાફ કરી પીવા યોગ્ય બનાવે છે.

આજના સમયમાં વધતી જનસંખ્યા અને પ્રદૂષણને કારણે પાણી દૂષિત અને ખરાબ થઈ રહ્યું છે. તેવામાં RO વોટર પ્યૂરીફાયર દરેકની જરૂરીયાત બની ગયું છે. રપરંતુ RO ના પાણીનું એક સત્ય પણ છે, જેને જાણીને તમે ચોકી જશો. RO નું પાણી પીવાથી શરીરમાં વિટામિન બી12ની કમી થઈ શકે છે. લેટેસ્ટ રિચર્સમાં આ વાત સામે આવી છે કે લાંબા સમય સુધી ROનું પાણી પિવાથી વિટામિન બી12ની કમી આવી શકે છે. કારણ કે આરઓનું પાણી કેટલાક જરૂરી મિનરલ્સ અને વિટામિનોને હટાવી શકે છે, જે વિટામિન બી12 સહિત પાણીમાં સ્વાભાવિક રૂપથી હાજર હોય છે. પરંતુ તે ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે વિટામિન બી12ની કમી સામાન્ય રીતે પાણીની જગ્યાએ ફૂડ સોર્સથી સેવનની કમીને કારણે થઈ જાય છે.

વિટામિન બી12ની કમીથી શું થાય છે? (vitamin b12 deficiency)

વિટામિન B12 સામાન્ય રીતે આવશ્યક વિટામિન છે જે આપણા શરીરની રુધિરાભિસરણ તંત્ર, સંવેદનશીલ ચેતા અને રક્તની રચના માટે જરૂરી છે. તેની ઉણપ ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે-

એનીમિયાઃ વિટામિન B12 ની કમીથી એનીમિયા થઈ શકે છે. એનીમિયા એક એવી સ્થિતિ હોય છે જ્યારે તમારા શરીરમાં બ્લડ સેલ્સની સંખ્યા ઘટી જાય છે. તેનાથી શરીરમાં એનર્જી ઓછી થાય છે અને તમને થાક લાગે છે.

શરીરમાં સંતુલિત રાખવામાં સમસ્યાઃ વિટામિન બી12ની કમીને કારણે શરીરને સંતુલિત રાખવામાં સમસ્યા થઈ શકે છે. તે શરીરના અન્ય ભાગોની સાથે બ્રેનને પણ પ્રભાવિત કરી શકે છે.

ન્યૂરોલોજિકલ સમસ્યાઓઃ વિટામિન બી12ની કમીથી ન્યૂરોલોજિકલ સમસ્યાઓ થઈ શકે છે. તે શરીરના ન્યૂરોનોને પ્રભાવિત કરી શકે છે, જે શરીરની મોટા ભાગની ગતિવિધિઓને નિયંત્રિત કરે છે.

ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓઃ વિટામિન બી12ની કમીથી ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓ થઈ શકે છે. તે બાળકના વિકાસ માટે જરૂરી હોય છે. 

Latest Stories