Connect Gujarat
આરોગ્ય 

પોષકતત્વોનો ખજાનો છે સીતાફળ, હદય રોગથી લઈ કોલેસ્ટ્રોલનું ઘટશે જોખમ.....

સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમા હોય છે. મેગ્નેશિયમ હદયની ચીકણી માંસપેશીઓને આરામ આપે છે.

પોષકતત્વોનો ખજાનો છે સીતાફળ, હદય રોગથી લઈ કોલેસ્ટ્રોલનું ઘટશે જોખમ.....
X

ખરાબ અને અનહેલ્ધી ડાયટના કારણે આજ કાલ હાઇ કોલેસ્ટ્રોલના જોખમ વધી રહ્યા છે. કોલેસ્ટ્રોલ ત્યારે વધે છે જ્યારે શરીરમાં અનહેલ્ધી કોલેસ્ટ્રોલ જમા થાય છે. વધુ કોલેસ્ટ્રોલ બ્લડ સર્ક્યુલેશનના માર્ગમાં બ્લોકેજ પેદા કરે છે અને હદયની બીમારીઓના જોખમને વધારે છે. આથી જ ડાયટમાં સીતાફળને સામેલ કરવાથી આ બધી જ સમસ્યાઓ ઘટી જશે.

હાઇ કોલેસ્ટરોલમાં સીતાફળના ફાયદા........

1. વાસોડીલેટર્સ ગુણોથી ભરપૂર છે સીતાફળ

વાસોડીલેટર્સ એક એવી દવા છે જે રકત વાહીનીઓને ખોલે છે. તેને ડાઈલેટ પણ કહેવામા આવે છે. વાસોડિલેટર ધમનીઓ અને નસોની દીવાલમાં માંસપેશીઓને હેલ્ધી રાખે છે. કોલેસ્ટ્રોલના કણોથી તેને બચાવે છે. આ માંસપેશીઓને સંકોચવા દેતું નથી અને બ્લડ સર્ક્યુલેશનને શ્રેષ્ઠ બનાવીને હદયની બીમારીઓને રોકે છે તેનાથી બ્લોકેજનું જોખમ ઓછું થાય છે.

2. પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર

સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમા હોય છે. મેગ્નેશિયમ હદયની ચીકણી માંસપેશીઓને આરામ આપે છે.જેનાથી સ્ટ્રોક અને હદયના હુમલાથી બચી શકાય છે. પોટેશિયમ બ્લડ વેસેલ્સને ખોલે છે. અને બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય કરીને બ્લોકેજના જોખમને રોકે છે. આ તમામ કારણોસર તમારે સીતાફળનું સેવન કરવું જોઈએ. હદયના દર્દીઓએ તો ખાસ સીતાફળનું સેવન કરવું જ જોઈએ.

3. હાઇ ફાઈબર અને નિયાસીનથી ભરપૂર

સીતાફળમાં ફાઈબર અને ભરપૂર પ્રમાણમા નિયાસીન આવેલું છે. જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારીને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય આ મેટાબોલિક રેટને વધારે છે અને ફેટ પચાવવાની ગતિને ઝડપી કરે છે. જેનાથી આ શરીરમાં જમા થઈને બીમારીઓનું કારણ ન બની શકે.

Next Story