અનિયમિત આહારશૈલી અને લાઈફસ્ટાઇલના કારણે એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા થાય છે. આ સમસ્યામાં એવા 5 નેચરલ ડ્રિંક છે. જે રામબાણ ઈલાજ સમાન છે.
1. જીરાના પાણીમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સિડેંટ્સ હોય છે. તે તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. વધુમાં તેમાં કર્મીનેટિવ અસર હોય છે. જે તમારા પેટને ઠંડુ રાખે છે. સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી તમને એસિડિટીમાં રાહત મળે છે.
2. વરીયાળીના પાણીથી પણ એસિડિટી શાંત થઈ જાય છે. વરીયાળીનું પાણી એસિડિટીની સમસ્યામાં ઉત્તમ છે. રાતે ખડી સાકરમાં વરિયાળીને પાણીમાં પલાળી દો, સવારે આ પાણીનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે.
3. કાળી દ્રાક્ષ પણ એસિડિટીની સમસ્યામાં ખૂબ જ કારગત નિવળે છે. આ માટે રાતે ધાણા અને કાળી દ્રાક્ષને પલાળી દો. સવારે આ મિશ્રણને બ્લેન્ડ કરીને ગાળી લો. હવે તેનું સેવન કરો.
4. પેટ ફુલવાની સમસ્યામાં કાકડી, ફૂદીનો અને લીંબુનું પીણું ઉત્તમ છે. ફૂદીનો અને લીંબુ શરીરને ડિટોક્સ કરે છે. તેમાં હજાર એંટીઓક્સિડેંટ્સ ગુણ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.
5. ઘણી વાર લોકો સવારની શરૂઆત ચાથી કરે છે. જો તમે દુધની ચાને બદલે આદું અને લીંબુની બનેલી ચા પીઓ છો તો તે તમને એસિડિટી અને અપચાથી રાહત આપશે. તે આંતરડાની સમસ્યાને પણ દૂર કરે છે.